ETV Bharat / bharat

Mandya Murder Case: કર્ણાટકમાં 'શ્રદ્ધા' જેવો મર્ડર કેસ, લાશના ટુકડાઓ કરી અલગ-અલગ જગ્યાએ ફેંક્યા

author img

By

Published : Feb 23, 2023, 4:32 PM IST

કર્ણાટકના મંડ્યા જિલ્લામાં એક વ્યક્તિની નિર્દયતાથી હત્યાની ઘટના સામે આવી છે. હત્યા બાદ ઓળખ છુપાવવા માટે  શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. તે ટુકડાઓ અલગ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા. પોલીસે લાશની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

Mandya Murder Case
Mandya Murder Case

માંડ્યા: કર્ણાટકના માંડ્યા જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધા જેવી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કર્યા બાદ શરીરના અનેક ટુકડા કરી દેવામાં આવ્યા હતા. શરીરના કેટલાક ભાગો કેનાલમાં ફેંકવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ભાગો અલગ-અલગ ગામમાં ફેંકવામાં આવ્યા હતા. પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા માટે ટીમ બનાવી વધુ તપાસ શરૂ કરી છે.

વ્યક્તિની નિર્દયતાથી હત્યા: આ ઘટના કર્ણાટકના માંડ્યા જિલ્લાના કેરાગોડુ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યારાઓએ વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી અને ઓળખ છુપાવવા માટે મૃતદેહના અનેક ટુકડા કરી દીધા. ત્યારબાદ ટુકડાઓ અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. માહિતી અનુસાર હાથ, પગ, શરીર અને ધડ કાપીને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ભાગો મદ્દુર તાલુકાના હોડઘટ્ટા, શિવરા, દાનયકપુર અને ગુલુરમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો: Rajkot Rape Case : યુવતીને લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ પુત્રની ધરપકડ

ગટરમાંથી મળી આવ્યા શરીરના અંગો: કેરાગોડુ પોલીસ સ્ટેશન હેઠળના વીસી ગટરમાંથી શરીરના કેટલાક ભાગો મળી આવ્યા છે. શરીરના અંગોના આધારે પોલીસે અનુમાન લગાવ્યું છે કે વ્યક્તિની ઉંમર 30થી 40 વર્ષની વચ્ચે હોઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, જાંઘ અને કમરનો એક ભાગ હોડાઘટ્ટા પાસે મળી આવ્યો હતો, જ્યારે એક પગ શિવરા પાસે મળી આવ્યો હતો. દાનયકાનાપુર પાસે બે હાથ અને એક પગ મળી આવ્યા છે, ગુલ્લુર પાસે માથાનો ભાગ મળી આવ્યો છે. વ્યક્તિના ડાબા હાથ પર કાવ્યા, રઘુનું ટેટૂ અને જમણા હાથ પર વનજાના ટેટૂનું નિશાન જોવા મળ્યું છે.

આ પણ વાંચો: Beed Crime News: બીડમાં અંધ મહિલાની 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ

પોલીસે શરૂ કરી ઓળખવિધિ: માહિતી મળતાની સાથે જ કે.એમ.ડોડિયાના કેરાગોડુ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા અને મૃતદેહનો કબજો મેળવીને MIMS હોસ્પિટલ મોકલી આપ્યો હતો. માંડ્યાના એસપી એન યતીશે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. એસપી એન યતિશે મામલાની તપાસ માટે એક અલગ ટીમ બનાવી છે. મૃતદેહની ઓળખ માટે પોલીસ નજીકના પોલીસ સ્ટેશનોમાંથી ગુમ થયેલા લોકોની માહિતી એકઠી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.