ETV Bharat / bharat

મુંબઈમાં દાદરની છબિલદાસ સ્કૂલમાં સિલિન્ડર બ્લાસ્ટ, શાળા સંચાલકો શંકાના દાયરામાં

author img

By

Published : Nov 2, 2022, 3:08 PM IST

મુંબઇમાં દાદરની છબિલદાસ ઇંગ્લિશ સ્કૂલમાં LPG સિલિન્ડરમાં વિસ્ફોટ (Explosion in LPG cylinder) થયો હતો. આજે વહેલી સવારે એક પછી એક ચાર સિલિન્ડર ફાટ્યા હતા. માહિતી અનૂસાર વિસ્ફોટમાં 3 લોકો ઘાયલ થયા છે. પરંતુ કોઇ માટી જાનહાની થઇ નથી કેમકે દિવાળી હોવાના કારણે શાળામાં કોઇ હતું નહી. વિસ્ફોટની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

મુંબઈમાં દાદરની છબિલદાસ સ્કૂલમાં સિલિન્ડર બ્લાસ્ટ, શાળા સંચાલકો શંકાના દાયરામાં
મુંબઈમાં દાદરની છબિલદાસ સ્કૂલમાં સિલિન્ડર બ્લાસ્ટ, શાળા સંચાલકો શંકાના દાયરામાં

મુંબઇ દાદરમાં ઈંગ્લિશ સ્કૂલ છબિલદાસમાં એલપીજી સિલિન્ડરમાં (Explosion in LPG cylinder) વિસ્ફોટ થયો છે. આજે વહેલી સવારે એક પછી એક ચાર સિલિન્ડર ફાટ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટમાં 3 લોકો ઘાયલ થયા છે. અને ઘાયલોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં શાળામાં દિવાળીની રજાઓ હોવાથી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અવરજવર રહેતી નથી, જેથી મોટી જાનહાની ટળી છે. પરંતુ આ વિસ્ફોટમાં શાળાને ઘણું નુકસાન થયું છે.

બાળકોની સલામતી સારી વાત એ હતી કે દિવાળીના કારણે બાળકો અને શિક્ષકો આવી રહ્યા ન હતા. જેના કારણએ કોઇ જાનહાની થઇ ન હતી, પરંતુ તમે ખાલી એક કલ્પના કરીને વિચારી જૂઓ કે આ સમયે જો તે લોકો હાજર હોત તો મોટો બનાવ બની જાય તેવી પણ શક્યતાઓ હતી. સવાલએ પણ છે કે બાળકોની શાળા છે આમ છતા, કોઇ આ બાબતનું ધ્યાન ના રાખવામાં આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે. શાળા સંચાલકો પર અનેક સવાલો હવે થઇ રહ્યા છે. કેમકે આમાં બાળકોની સલામતીની શું છે?

કર્મચારીઓ ઘાયલ આ સિલિન્ડરનો બરાબર આધાર શા માટે? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. વિસ્ફોટમાં શાળાની કેન્ટીનમાં કામ કરતા કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા બંને કામદારોના નામ જાવેદ અલી અને ભરત સિંહ છે. વિસ્ફોટની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું, ફાયર બ્રિગેડે પરિસ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે. અને ખરેખર શું બન્યું તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આગમાં શાળાની પતરાની છત ધરાશાયી થઈ ગઈ છે. તેમજ શાળા પરિસરમાં પાર્ક કરેલી બે કારને પણ ભારે નુકસાન થયું છે. બીજા માળે આવેલ સ્લેબનો ભાગ પણ ધરાશાયી થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.