ETV Bharat / bharat

Noida Crime News: એર ઈન્ડિયાના ક્રુ મેમ્બરની નોઈડામાં સરાજાહેર ગોળી મારી હત્યા કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 5:38 PM IST

નોઈડાના સેક્ટર 104માં 3 બાઈક સવારોએ સરાજાહેર એક યુવક પર ગોળીબાર કર્યો. ઘટના સ્થળને પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યું છે. પોલીસ આ ગોળીબાર અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. Noida Sector 104 Firing Daylight Air India Crew Member

એર ઈન્ડિયાના ક્રુ મેમ્બરની નોઈડામાં સરાજાહેર ગોળી મારી હત્યા કરાઈ
એર ઈન્ડિયાના ક્રુ મેમ્બરની નોઈડામાં સરાજાહેર ગોળી મારી હત્યા કરાઈ

નવી દિલ્હીઃ નોઈડામાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આજે જ નોઈડાના સેક્ટર 104માં સરાજાહેર, ધોળા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો છે. બાઈક પર આવેલા ત્રણ આરોપીઓએ એક યુવક પર ગોળીબાર કર્યો છે. આ ઘટનાથી સ્થાનિકો તો ઠીક પરંતુ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. પોલીસ અધિકારીઓ હાંફળા ફાંફળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ આ ગોળીબાર વિશે વધુ તપાસ હાથ ધરી રહી છે.

નોઈડાના સૌથી પોશ ગણાતા વિસ્તાર સેક્ટર 104માં આ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં જીમ જવા માટે આવેલા યુવક પર ત્રણ બાઈક સવારોએ ધડાધડ ગોળીઓ છોડી હતી. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવાનનું નામ સૂરજમાન હતું અને તે એર ઈન્ડિયામાં ક્રુ મેમ્બર હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ કરી રહ્યા છે. ફોરેન્સિક ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવાઈ છે. ગોળીબાર કેમ કરવામાં આવ્યો તેનું કારણ અને ગોળીબાર કરનાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. સમગ્ર ઘટના સ્થળનું સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ લોકોની પુછપરછ કરી રહી છે.

આ ગોળીબારમાં મૃતક યુવાન એનીટાઈમ ફિટનેસ સેન્ટરમાં કસરત માટે આવ્યો હતો. ગોળીબારમાં ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ યુવક સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રહેતો હતો. મૃતક યુવાનનું નામ સૂરજમાન હતું અને તે એર ઈન્ડિયામાં ક્રુ મેમ્બર હતો.

  1. US California shooting: કેલિફોર્નિયામાં થયો ગોળીબાર, નિર્દોષ બાળક સહિત 6 લોકોના થયા મોત
  2. ગુજસીટોકના ગોળીબારમાં ઘાયલ પોલીસ કર્મચારીઓની રાજકોટ રેન્જ આઇજીએ મુલાકાત લીધી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.