ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદી અને અસદુદ્દીન ઓવૈસીને કહ્યા ભાઈ-ભાઈ

author img

By

Published : Mar 2, 2021, 2:25 PM IST

હાલમાં જ ચૂંટણી પંચે દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી થશે. આ પહેલા ચૂંટણી પ્રચાર કરવા માટે હવે નેતાઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. દરેક નેતા ચલો બંગાળના સૂત્ર સાથે નીકળતા હોય તેવું લાગી રહ્યું છે. આ તમામની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ કરી વડાપ્રધાન મોદી અને ઓવૈસીને એકબીજાના ભાઈ ગણાવ્યા હતા.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘે વડાપ્રધાન મોદી અને અસદુદ્દીન ઓવૈસીને કહ્યા ભાઈ-ભાઈ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘે વડાપ્રધાન મોદી અને અસદુદ્દીન ઓવૈસીને કહ્યા ભાઈ-ભાઈ

  • ચલો બંગાળના સૂત્ર સાથે દરેક રાજકીય પાર્ટીના નેતાઓ મેદાને
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું, મોદી-ઓવૈસી એક છે
  • દરેક રાજકીય પાર્ટી માટે સૌથી મોટો ટાર્ગેટ પશ્ચિમ બંગાળ

ભોપાલઃ મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શુક્રવારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડ્ડુચેરી, આસમ અને કેરળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સાથે જ દરેક રાજકીય પાર્ટી ચલો બંગાળના સૂત્ર સાથે બંગાળમાં પ્રચાર કરવા પહોંચી રહી છે. આ તમામની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તો વડાપ્રદાન નરેન્દ્ર મોદી અન અસદુદ્દીન ઓવૈસીને ટ્વિટ કરી એકબીજાના ભાઈ ગણાવી દીધા છે. દિગ્વિજય સિંહે ટ્વિટ કરતા જણાવ્યું કે, અસદુદ્દીન ઓવૈસી તો ભાજપના સહયોગી છે. આ સાથે દિગ્વિજય સિંહે ટ્વિટમાં 'તૂ જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા' જેવી લાઈન પણ લખી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે કહ્યું, મોદી-ઓવૈસી એક છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘે કહ્યું, મોદી-ઓવૈસી એક છે

બંગાળમાં પોતાનો પગ જમાવવા ભાજપની તનતોડ મહેનત

ભલે ચૂંટણી 5 રાજ્યોમાં હોય, પરંતુ સૌથી મોટો ટાર્ગેટ દરેક રાજકીય પાર્ટી માટે બંગાળ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભાજપ બંગાળમાં પોતાનો પગ જમાવવા તનતોડ મહેનત કરી રહ્યું છે, જ્યારે પોતાની પાર્ટીને પૂરા દેશમાં વિસ્તારી રહેલા ઓવૈસી પણ બંગાળના રણમાં કૂદી પડ્યા છે.

બિહાર વિધાનસભામાં પાંચ બેઠક મળવાથી ઓવૈસી બંગાળ અને યુપીમાં કૂદી પડ્યા

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને હવે વોટકટવાની શ્રેણીમાં રાખવામાં આવતી હતી. કોંગ્રેસ વારંવાર તેમની પર ધર્મનિરપેક્ષ પાર્ટીઓને કમજોર કરવાનો આરોપ લગાવતી રહી છે, પરંતુ આ વખતે એઆઈએમઆઈએમને બિહાર વિધાનસભામાં પાંચ બેઠક મળી છે. જો કે, ત્યારબાદ આ પાર્ટીની સફળતાથી પ્રફુલ્લિત થઈને પશ્ચિમ બંગાળ અને યુપીમાં ઓવૈસી કૂદી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.