ETV Bharat / bharat

Z Class Security : પંજાબમાં ભાજપમાં જોડાતા રાણા ગુરમીત સિંહ સોઢીને 'Z' કેટેગરીની મળી સુરક્ષા

author img

By

Published : Dec 30, 2021, 10:39 AM IST

Z Class Security : પંજાબમાં ભાજપમાં જોડાતા રાણા ગુરમીત સિંહ સોઢીને કેન્દ્રની Z કેટેગરી સુરક્ષા
Z Class Security : પંજાબમાં ભાજપમાં જોડાતા રાણા ગુરમીત સિંહ સોઢીને કેન્દ્રની Z કેટેગરી સુરક્ષા

CRPF VIP સુરક્ષા હેઠળ દેશમાં 76 લોકોને સુરક્ષા(Z Class Security) પૂરી પાડે છે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્રો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે હવે પંજાબમાં ભાજપમાં જોડાતા રાણા ગુરમીત સિંહ સોઢીને(BJP Rana Gurmeet Singh Sodhi) કેન્દ્રની Z કેટેગરી સુરક્ષા મળી છે.

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા પંજાબના નેતા રાણા ગુરમીત સિંહ સોઢીને(BJP Rana Gurmeet Singh Sodhi) કેન્દ્ર સરકાર દ્વારા Z ક્લાસ VIP સુરક્ષા(Z Class Security) આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાણા ગુરમીત સિંહ સોઢીને Z ક્લાસ સર્કલ(Z class VIP Security) આપવામાં આવ્યું છે.

21મી ડિસેમ્બરે ભાજપમાં જોડાયા

ધારાસભ્ય સોઢી છેલ્લી ચાર ટર્મથી પૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહની નજીકના ગણવામાં આવે છે. સોઢીએ થોડા દિવસો પહેલા ટ્વિટર પર કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા પત્રની કોપી શેર કરી હતી. ફિરોઝપુર જિલ્લાના ગુરહરસહાયના ધારાસભ્ય સોઢી રાજ્યની અગાઉની અમરિંદર સિંહ સરકારમાં રમતગમત પ્રધાન હતા. તેઓ 21મી ડિસેમ્બરે ભાજપમાં જોડાયા છે.

સોઢી સાથે છથી આઠ કમાન્ડો હશે

મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની(Union Home Ministry) ભલામણ પર સોઢીને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. પંજાબ અને દિલ્હીના પ્રવાસ દરમિયાન તેમની સાથે CRPF(Central Reserve Police Force) કમાન્ડો હંમેશા રહેશે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા કોર્ડનમાં સોઢી(Z Class Security to Punjab Leader) સાથે છથી આઠ કમાન્ડો હશે.

દેશમાં 76 લોકોને CRPF VIP સુરક્ષા

CRPF VIP સુરક્ષા હેઠળ દેશમાં 76 લોકોને સુરક્ષા(Z Class Security in India) પૂરી પાડે છે, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્રો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા મનીષ તિવારીએ 26/11 હુમલાને લઇ મનમોહન સરકાર પર ઉઠાવ્યા પ્રશ્ન

આ પણ વાંચોઃ Omicron Cases India: કોરોના સામે સુરક્ષા ધોરણોમાં બેદરકારી રાખવી પડી શકે છે ભારે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.