ETV Bharat / bharat

સરકારે ED અને CBI ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો

author img

By

Published : Nov 14, 2021, 5:19 PM IST

સરકારે ED અને CBI ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો
સરકારે ED અને CBI ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો

ભારત સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટરનો કાર્યકાળ (TENURE OF ED AND CBI DIRECTORS) 5 વર્ષ લંબાવ્યો છે.

  • સરકારે ED અને CBI ડાયરેક્ટર્સનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો પર હસ્તાક્ષર કર્યા
  • બે વર્ષની મુદત પૂર્ણ થયા બાદ દર વર્ષે ત્રણ વર્ષ માટે વધારી શકાય

નવી દિલ્હી: ભારત સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટરનો કાર્યકાળ (CBI DIRECTOR TENURE) 5 વર્ષ લંબાવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રીય એજન્સીઓના વડાનો કાર્યકાળ માત્ર બે વર્ષનો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને વટહુકમો પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમ મુજબ ટોચની એજન્સીઓના વડાનો કાર્યકાળ બે વર્ષની મુદત પૂર્ણ થયા બાદ દર વર્ષે ત્રણ વર્ષ માટે વધારી (EXTEND TENURE OF ED AND CBI DIRECTORS ) શકાય છે.

સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો

સુપ્રિમ કોર્ટની બેન્ચના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર એસ.કે. મિશ્રાના કાર્યકાળના વિસ્તરણ સંબંધિત એક કેસમાં ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે એક્સટેન્શન અપવાદરૂપ સંજોગોમાં જ આપવું જોઈએ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા તરીકેનો તેમનો બે વર્ષનો કાર્યકાળ આવતા અઠવાડિયે 17 નવેમ્બરે પૂરો થશે.

આ પણ વાંચો: બેન્કો સાથે 114 કરોડની છેતરપિંડી કરવા મામલે નડિયાદની કંપનીમાં CBIના દરોડા

આ પણ વાંચો: Daman: RMCLમાં EDનું સર્ચ ઓપરેશન, અગ્રવાલ બંધુએ 20 હજાર કરોડ રૂપિયાની ઠગાઇ કરી હોવાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.