ETV Bharat / bharat

ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

author img

By

Published : Mar 31, 2022, 5:58 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકારે ચંદીગઢ પર કેન્દ્રીય સેવા નિયમો લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું (Central Service Rules applicable in Chandigarh) છે. આ સાથે, ચંદીગઢના કર્મચારીઓ હવે કેન્દ્રના કર્મચારી (Notification issued) કહેવાશે.

ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

ચંદીગઢ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં તેમની ચંડીગઢ મુલાકાત દરમિયાન ઘણી ભેટ આપી હતી. ત્યારે ગૃહપ્રધાને જાહેરાત કરી હતી કે, કેન્દ્રીય સેવા નિયમો ચંદીગઢના કર્મચારીઓ પર લાગુ થશે. આ સાથે કર્મચારીઓની નિવૃત્તિ વયમાં (Increase retirement age of employees) પણ વધારો (Central Service Rules applicable in Chandigarh) કરવામાં આવશે. હવે ચંદીગઢના કર્મચારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત (Notification issued) થશે, જ્યારે પહેલા તે માત્ર 58 વર્ષની હતી. આ જાહેરાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચંદીગઢમાં સેન્ટ્રલ સર્વિસ રૂલ્સ લાગુ કરવા માટે નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પાડ્યું છે.

ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

આ પણ વાંચો: PAN-Aadhaar Link Date :પાન આધાર લિક કરવાની છેલ્લી તારીખ વધારાઈ, ફ્રિ સેવા થશે ખતમ

કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણની સૂચના: અત્યાર સુધી પંજાબના સેવા નિયમો ચંદીગઢના કર્મચારીને લાગુ પડતા હતા. આ સાથે પંજાબનું રાજકારણ પણ ગરમાયું છે. મુખ્યપ્રધાન ભગવંત માને પણ અમિત શાહના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, પંજાબના અધિકારો લૂંટીને કેન્દ્ર દ્વારા પંજાબને લૂંટવામાં આવી રહ્યું છે, તેનાથી વિરુદ્ધ પંજાબમાં ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, ચંદીગઢ પંજાબનું છે અને કોઈ છીનવી રહ્યું નથી.

ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

આ પણ વાંચો: પ્રવાસીને મહિલાના ગાલ પર ચુંબન કરવું પડ્યું મોંઘુ, આરોપીને 7 વર્ષ પછી સજા

ચંદીગઢ પોતે એક કેન્દ્રશાસિત પ્રદેશ: હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, તેઓને આ સમગ્ર મામલાની જાણ નથી. તેમણે કહ્યું કે, ચંદીગઢમાં પંજાબ અને હરિયાણાના 60 ટકા અને 40 ટકાનો ક્વોટા હજુ પણ લાગુ છે. ચંદીગઢથી કોઈપણ રાજ્યનો કોઈ હિસ્સો ખોવાઈ રહ્યો નથી, પરંતુ એ વાત સાચી છે કે ચંદીગઢ પોતે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.

ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.