ETV Bharat / bharat

Budget 2023: બજેટમાં 50 નવા એરપોર્ટ બનાવવા વિશે જાહેરાત

author img

By

Published : Feb 1, 2023, 1:27 PM IST

Budget 2023 big announcements in infrastructure
Budget 2023 big announcements in infrastructure

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું પાંચમી વખત બજેટ રજૂ કર્યું. પોતાના બજેટ ભાષણમાં તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ક્ષેત્રે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરાયું છે.

અમદાવાદ: દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે અને એર ટ્રાવેલિંગને ઉત્તેજન આપવા માટે સરકાર 50 નવા એરપોર્ટ તૈયાર કરવા જઈ રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના ફંડમાં પણ 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી બધાને રહેવા માટે ઘર મળી રહે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે રસ્તાઓ અને રાજમાર્ગ, રેલવે, આવાસન અને શહેરી કાર્ય પર વિશેષ જોર આપવા માટે પૂજીંગત વ્યયમાં વધારો થયો છે. જે સીધી રીતે દેશના આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે.

  • 100 labs for developing apps using 5G services will be set up in engineering institutions

    To realize new range of opportunities, business models & employment potential, labs will cover among others, apps like Smart Classrooms, Precision Farming, Intelligent & Transports Systems pic.twitter.com/1bR1N5ZSZJ

    — PIB India (@PIB_India) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈકોનોમિક કોરિડોરની સંખ્યામાં પણ વધારો: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે નેશનલ હાઈવે નેટવર્કમાં છેલ્લા 8 વર્ષમાં 55 ટકાથી વધુ વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 550 જિલ્લાના હાઈવેથી જોડવાના પ્લાન પર કામ કરી રહી છે. ઈકોનોમિક કોરિડોરની સંખ્યામાં પણ વધારો થશે.

અર્બન ઈન્ફ્રા ફંડ હેઠળ બજેટની ફાળવણી: સરકારે બજેટમાં જાહેરાત કરી કે, સરકાર અર્બન ઈન્ફ્રા ફંડ હેઠળ શહેરોને સુંદર બનાવશે. આ ફંડ હેઠળ સરકાર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. જાહેરાત પ્રમાણેસ પ્રાયોરિટી લેન્ડિંગ માટે અર્બન ઈન્ફ્રા ફંડ તૈયાર કરવામાં આવશે. આ ફંડની જવાબદારી NHB પર હશે.

આ પણ વાંચો Budget 2023 : 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં ભરવો પડે, ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા ખરી ઊતરી

મેન્યુઅલ સ્કેવેન્જિંગને લઈને મોટી જાહેરાત: તમામ શહેરોમાં સેપ્ટિક ટેન્ક અને સીવરોની 100 ટકા સફાઈ મશીનોથી થશે તેવી અજહેરાત બજેટમાં કરવામાં આવી છે. મૈનહોલથી મશીન હોલ મોડમાં ટ્રાંસફર થશે તમામ નગરપાલિકા. દેશના તમામ શહેરો અને તાલુકામાં સેપ્ટિક ટેન્ક અને સીવરોની 100 ટકા સફાઈ મશીનોથી થશે.

આ પણ વાંચો Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી

રાજ્યોની રાજધાનીમાં યુનિટી મોલ: બજેટની જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ કરછ કરવા માટે ફાળવણી કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે હવે માણસોના બદલે મશીનથી ગટરોની સફાઈ થશે. આ સાથે જ 5Gમાં સંશોધન માટે 100 નવી લેબ બનાવાશે અને રાજ્યોની રાજધાનીમાં યુનિટી મોલ બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.