ETV Bharat / business

Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી

author img

By

Published : Feb 1, 2023, 1:07 PM IST

Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી
Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી

કેન્દ્રીય બજેટમાં થયેલા એલાન અનુસાર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી રમકડાં સહિતની ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે. કેમેરા લેન્સ, મોબાઈલ પાર્ટસ અને સાઈકલ પણ સસ્તી થઈ છે. રસોડું મોંઘું થઈ ગયું છે. કેન્દ્ર સરકારના બજેટથી દરેક દેશવાસીઓને મોટી અપક્ષે હતી. પણ ટેક્સમાં રાહત આપીને સરકારે મોટું કામ કર્યું છે.

નવી દિલ્હી: સરકારના બજેટથી લોકોને ઘણી આશા છે. કારણ કે આ બજેટના આધારે આગામી એક વર્ષ માટે લોકોના ઘરનું બજેટ તૈયાર કરવામાં આવે છે. બજેટની જાહેરાતોમાં તમામની નજર રાહત યોજના પર હતી. આવકવેરામાં રાહત બાદ મોટાભાગના લોકો સસ્તી કે મોંઘી વસ્તુઓ વિશે જાણવા માંગે છે.

આ પણ વાંચો: Budget 2023: બજેટ પહેલા શેરબજારમાં તેજી, તમામની નજર નાણાપ્રધાનના ભાષણ પર

સસ્તુ શું: LED ટેલિવિઝન સસ્તા થશે, ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે, બાયો ગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે, રમકડાં, સાયકલ સસ્તી થશે. કસ્ટમ્સ ડ્યુટી વધારીને 13 ટકા કરવામાં આવી. બેટરી પરની આયાત ડ્યુટી કાપવામાં આવશે. LED ટેલિવિઝન સસ્તા થશે. મોબાઈલ ફોન, કેમેરા સસ્તા થશે.

મોંઘુ શુ: સિગારેટ મોંઘી થશે, એલપીજી ચીમની મોંઘી થશે. સોના-ચાંદીથી બનેલી જ્વેલરી સસ્તી થશે. સિગારેટ મોંઘી થશે. મહિલાઓ માટે બચત યોજનાની જાહેરાત. બે લાખની બચત પર 7.5% વ્યાજ આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો હવે 15 લાખને બદલે 30 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકશે. માસિક આવક યોજનામાં, ખાતાધારક રૂ. 4.5 લાખની જગ્યાએ રૂ. 9 લાખ સુધી જમા કરાવી શકે છે. 'અમૃત ધરોહર યોજના આગામી ત્રણ વર્ષમાં લાગુ કરવામાં આવશે, જેમાં પાણીદાર જમીન, ઇકો-ટુરીઝમ અને સ્થાનિક સમુદાયોને રોજગાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી
Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી

આ પણ વાંચો: Budget 2023: બજેટમાં હેલ્થ સેક્ટરને બૂસ્ટર ડોઝ, 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક રખાયો

આયાત ડ્યૂટી વધી: સરકાર દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પહેલ કરી રહી છે. આ ક્રમમાં સરકાર 2014માં શરૂ કરાયેલા 'મેક ઇન ઈન્ડિયા' કાર્યક્રમને મજબૂત કરવા કસ્ટમ ડ્યૂટી વધારી શકે છે. ગયા બજેટમાં પણ નાણામંત્રીએ ઈમિટેશન જ્વેલરી, છત્રી અને ઈયરફોન જેવી ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારીને સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આવી સ્થિતિમાં, આ વર્ષે પણ અન્ય ઘણી ચીજવસ્તુઓ પરની આયાત ડ્યુટી વધવાની છે અને પછી તેમના મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો ફાયદો મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.