ETV Bharat / business

Budget 2023 : 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં ભરવો પડે, ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા ખરી ઊતરી

author img

By

Published : Feb 1, 2023, 11:51 AM IST

Updated : Feb 1, 2023, 1:44 PM IST

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા બજેટ 2023(Budget 2023 )માં ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતો અને આવકવેરા સ્લેબ(income tax slabs )માં નવી આવકવેરા વ્યવસ્થા (new income tax regime )વિશે મહત્ત્વની બાબતો (big announcements in Tax provision )જાણો. સૌથી મોટી જાહેરાત થઇ કે 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ ભરવો નહીં પડે.

Budget 2023 : ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા
Budget 2023 : ટેક્સ જોગવાઈમાં મોટી જાહેરાતોની અપેક્ષા

આ જાહેરાત સાથે કેન્દ્રીય બજેટ 2023 બ્લોકબસ્ટર બજેટ બન્યું

નવી દિલ્હી : લોકસભામાં બજેટ સત્ર દરમિયાનની અતિ મહત્ત્વની પ્રક્રિયારુપે કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન કેન્દ્ર સરકારનું કેન્દ્રીય બજેટ આજે 1 ફેબ્રુઆરીએ (Central Government) રજૂ કર્યું છે. આ બજેટને લઈને ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. સામાન્ય જનતાથી લઈને તમામ વર્ગના લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.દેશના આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે કેન્દ્રીય બજેટ 2023 બ્લોકબસ્ટર બજેટ બન્યું છે. આવતા વર્ષે લોકસભા ચૂંટણીઓ આવશે તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. તેવામાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવે તેવી સામાન્ય જનતાની લાગણી છે. ત્યારે સૌથી મોટી જાહેરાત થઇ કે 7 લાખની આવક સુધી કોઇ ટેક્સ ભરવો નહીં પડે.

આ છે પાંચ મોટા ફેરફાર
આ છે પાંચ મોટા ફેરફાર

ટેક્સ સ્લેબ માટે 5 પ્રમુખ એલાન : નાણાંપ્રધાન નિર્મલા સીતારામન લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ટેક્સ સ્લેબના ફેરફારની જાહેરાત બજેટના અંતિમ ભાગમાં રજૂ કરી હતી. તેમણે કહ્યું કે પર્સનલ ઈન્કમટેક્સ જેના પર સૌની નજર છે તેના પર 5 પ્રમુખ એલાન કરવા છે. જે મઘ્યમવર્ગના લાભ માટે છે. હાલના સમયમાં જૂની અને નવી જૂની વ્યવસ્થામાં 5 લાખ સુધીની મર્યાદામાં મુક્તિ હતી. રીબેટની સીમાને 7 લાખ કરવા માટે પ્રસ્તાવ કરૂ છું. આ પ્રકારે નવી કર વ્યવસ્થામાં 7 લાખ સુધીની આવક હશે એને કોઈ પ્રકારનો ઈન્કમટેક્સ ભરવાનો રહેશે નહીં. સ્લેબની સંખ્યા ઘટાડીને 5 કરવામાં આવી છે.દરેક મઘ્યમવર્ગને આનાથી મોટી રાહત થશે.

આ પણ વાંચો BUDGET 2023: સામાન્ય માણસને આવકવેરા મુક્તિ સહિત બજેટમાંથી અપેક્ષાઓ

2022માં રેકોર્ડ ટેક્સ વસૂલાત થઇ છે : આર્થિક નિષ્ણાતોનો વર્તારો છે કે ભવિષ્યમાં ભારતીય બજાર વૈશ્વિક બજારોને માત આપશે. ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ હોવાથી તેથી લોકોનું માનવું છે કે સરકાર ભવિષ્યમાં જોખમ ઉઠાવવાની સ્થિતિમાં છે. વર્ષ 2022માં ભારત સરકારને રેકોર્ડ ટેક્સ કલેક્શન થયું છે. 10 જાન્યુઆરી, 2023 સુધી ભારતનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 14.71 લાખ કરોડ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 24.58 ટકા વધુ છે. આ કારણોસર, નિષ્ણાતો માને છે કે આ વખતનું બજેટ બ્લોકબસ્ટર બજેટ હોઈ શકે છે જે બજાર અને અર્થતંત્રને વેગ આપી શકે છે.

આર્થિક સર્વે : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો છે. 2023-24માં વિકાસદર 6-6.8 ટકા સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ રહેશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11 ટકા લગાવવામાં આવ્યો છે. FY 23 માટે રિયલ GDPનો અંદાજ 7ટકા રખાયો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. સર્વે મુજબ PPP મામલામાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને એક્સચેન્જ રેટના મામલામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

આ પણ વાંચો Budget 2023 Live Updates :PM આવાસ યોજનાના બજેટમાં 66%નો વધારો

આ વખતે બજેટ સત્રના બે સેશન : સંસદના બજેટસત્રનું પહેલું સેશન 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે, જે 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રજા રહેશે. જ્યારે બજેટસત્રનું બીજું સેશન 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. બીજા તબક્કામાં ફાઇનાન્સ બિલ પર સંસદના બંને ગૃહોમાં ચર્ચા થશે, ત્યાર બાદ બિલને બંને ગૃહમાં પસાર કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી કુલ 66 દિવસમાંકુલ 27 બેઠકો યોજાશે.

Last Updated : Feb 1, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.