ETV Bharat / bharat

Uttar Pradesh Politics : યુપીમાં ભાજપને મોટો ફટકો, મૌર્યના સમર્થનમાં ત્રણ ધારાસભ્યોએ આપ્યાં રાજીનામા

author img

By

Published : Jan 11, 2022, 5:15 PM IST

Updated : Jan 11, 2022, 7:10 PM IST

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. (Uttar Pradesh Politics) યોગી સરકારમાં કેબિનેટ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ તેઓ સપામાં સામેલ થયા છે ત્યારે તેમના સમર્થનમાં ભાજપના વધુ ત્રણ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

યુપીમાં ભાજપને મોટો ફટકો
યુપીમાં ભાજપને મોટો ફટકો

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ફટકો લાગ્યો છે. યોગી સરકારના કેબિનેટ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ અને સપામાં સામેલ થયા બાદ બીજેપીના વધુ ત્રણ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકોમાં, રોશન લાલ, ભગવતી સાગર અને બ્રજેશ પ્રજાપતિએ પણ રાજીનામું આપી દીધું છે.

ત્રણ ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

રોશન લાલ વર્મા શાહજહાંપુર જિલ્લાની તિલહર સીટના ધારાસભ્ય છે, બ્રજેશ પ્રજાપતિ બાંદા જિલ્લાની તિંદવારી બેઠક પરથી ધારાસભ્ય છે અને ભગવતી સાગર કાનપુર નગર જિલ્લાની બિલ્હૌર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ભાજપના 10થી વધુ ધારાસભ્યો સપામાં જોડાશે

વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારના કેબિનેટ પ્રધાનના રાજીનામા અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાના સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે મોટું રાજકીય નુકસાન સાબિત થઈ શકે છે. યોગી સરકારના પ્રધાનોમાં દારા સિંહ ચૌહાણ, ધરમસિંહ સૈની, તિલહરના ધારાસભ્ય રોશન લાલ, નંદ ગોપાલ ગુપ્તા, મમતેશ શાક્ય પટિયાલી (કાસગંજ), વિનય શાક્ય વિધુના (ઔરૈયા), નીરજ મૌર્ય, ધર્મેન્દ્ર શાક્ય, શેખુપુર (બદાઉ) સહિતના વિધાયકો સ્વામી પ્રસાદ મૌર્ય સાથે ભાજપના 10થી વધુ ધારાસભ્યો સપામાં જોડાશે.

આ પણ વાંચો : UP Assembly Election 2022: બસપાના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, માયાવતી અને હું ચૂંટણી લડીશું નહી

આ પણ વાંચો : PM Modi Virtual Rallies in UP: મકર સંક્રાંતિ બાદ વડાપ્રધાનની વર્ચ્યૂઅલ રેલી, 50 લાખ લોકોને જોડવાની આશા

Last Updated : Jan 11, 2022, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.