ETV Bharat / bharat

બિહારના ગોપાલગંજમાં આવ્યું ઘોડાપૂર

author img

By

Published : Aug 1, 2020, 5:02 PM IST

ગોપાલગંજમાં સારણ તટબંધ તૂટી ગયા બાદ ગંડક નદીનું પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યું છે. લગભગ 12 જેટલા ગામોમાં પાણી ઘૂસી ગયું છે. બે જગ્યાએ કેનાલ ટૂટી ગઈ છે. ઘણાં ગામો જલમગ્ન થઈ ગયાં છે, પરંતુ વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં છે.

Vaishali Flood
બિહારના ગોપાલગંજમાં આવ્યું ઘોડાપૂર

બિહારઃ ગોપાલગંજમાં સારણ તટબંધ તૂટી ગયા બાદ ગંડક નદીનું પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યું છે. લગભગ 12 જેટલા ગામોમાં પાણી ઘૂસી ગયું છે. બે જગ્યાએ કેનાલ ટૂટી ગઈ છે. ઘણાં ગામો જલમગ્ન થઈ ગયાં છે, પરંતુ વહીવટી તંત્ર ગાઢ નિંદ્રામાં છે.

Vaishali Flood
બિહારના ગોપાલગંજમાં આવ્યું ઘોડાપૂર

પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. પરંતુ વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. ગ્રામજનોનો ફોન કોઈ ઉપાડતું નથી. કેનાલ 2 દિવસથી ટૂટી ગઈ છે, પરંતુ કોઈ સરકારી કર્મચારી ફરક્યું નથી. ગ્રામજનો પ્લાસ્ટિક બાંધવાનો ઉપાય કરી રહ્યાં છે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં છે. જેમના ઘર કાચા છે તેઓ છત પર ચઢી ગયાં છે. પરમાનંદ છપરા સબ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયું છે. સ્ટેશનમાં 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે.

Vaishali Flood
બિહારના ગોપાલગંજમાં આવ્યું ઘોડાપૂર

વીજળી કર્મચારી સ્ટેશનની છત પર ચઢી ગયાં છે. આ વિસ્તારનો વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. દિવો સળગાવવા માટે લોકો પાસે તેલ અથવા કેરોસીન પણ નથી.

Vaishali Flood
બિહારના ગોપાલગંજમાં આવ્યું ઘોડાપૂર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.