ETV Bharat / bharat

કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા ઉત્તર પ્રદેશ સરકારે ગુટખા પર પ્રતિબંધ મુક્યો

author img

By

Published : Mar 25, 2020, 6:46 PM IST

દરેક રાજ્યની સરકાર કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે મોટા નિર્ણયો લઈ રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે પાન-મસાલા અને ગુટખા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

A
કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા ઉત્તર પ્રદેશ સરકારે ગુટખા પર પ્રતિબંધ મુક્યો

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે બુધવારથી પાન-મસાલા, ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. જેનાથી કોરોના વાઈરસ સામેની લડતને બળ મળશે.

આ પ્રતિબંધ સમગ્ર દેશમાં લૉકડાઉન કરાયુ તેના પહેલા દિવસે મુકાયું છે. જે અનિશ્નિતકાળ માટે રહેશે. જ્યાં સુધી બીજો નિર્ણય ન લેવાઈ ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે તેવું સરકાર દ્વારા જણાવાયુ છે.

જાહેરમાં થુંકવાથી કોરોના વાઈરસ ફેલાઈ શકે છે. જેથી આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.