ETV Bharat / bharat

સરહદ પર ફાયરિંગને લઇ ભડકી શિવસેના, કહ્યું- નેપાળી બંદૂકોના નાળચા તોડી નાખવા જોઇએ

author img

By

Published : Jul 21, 2020, 4:59 PM IST

Updated : Jul 21, 2020, 5:14 PM IST

નેપાળ સશસ્ત્ર પોલીસ દળ તરફથી દેશની સરહદ પર થઇ રહેલા ફાયરિંગ પર શિવસેનાએ કહ્યું કે, નેપાળી બંદૂકોના નાળચાઓ તોડી નાખવા જોઇએ, નહીંતર આ ઘટનાઓ હંમેશા માટે પાકિસ્તાનની જેમ માથાનો દુખાવો બની જશે.

maharashtra Shiv Sena
મહારાષ્ટ્ર શિવસેના

મુંબઇઃ નેપાળ સશસ્ત્ર પોલીસ દળ તરફથી દેશની સીમાં પર થઇ રહેલા ફાયરિંગ પર શિવસેના ભડકી ઉઠી છે. શિવસેનાનું મુખપત્ર ‘સામના’ના એક તંત્રીલેખમાં જણાવાયું કે, ચીન ભલે લદાખમાં ચૂપચાપ બેસી રહ્યું હોય પરંતુ સુનિશ્ચિત કરવા આ રમત રમાઇ રહી છે કે, ભારતીય સીમા પર અશાંતિની પરિસ્થિતિ ઉભી થાય અને તે નેપાળ અને પાકિસ્તાન મારફતે ગોળીબારી કરાવી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના..?

વાંચોઃ બિહારના કિશનગંજમાં નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ, એક નાગરિક ઘાયલ

નેપાળ પોલીસ દ્વારા ભારતીય લોકો પર ફાયરિંગ કરવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નાગરિક ઘાયલ થયો હોવાની માહિતી મળી છે.

જમ્મુ કાશ્મિરમાં આતંકીઓને વળતો જવાબ આપવા માટે ભારતીય સૈનિકોની વાહવાહી કરતા શિવસેનાએ એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, દેશના શાસક પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ઉલ્લંઘન અને સીમા પાર થઇ રહેલી ગોળીબારીના ઘટના રોકવામાં સફળતા મળશે.

પોલીસના જણાવ્યા અનુસાર બિહારના કિશનગંજ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર ‘નો મેન્સ લેન્ડ’ નેપાળ સશસ્ત્ર પોલીસ દળ દ્વારા કરાયેલી ગોળીબારીમાં એક ભારતીય નાગરિક ઘાયલ થયો હતો. ત્યાં જ 12 જૂને બિહારના સીતામઢી જિલ્લામાં લાલબંધી જાનકી નગર ગામની પાસે ભારત-નેપાળ સરદહ પર નેપાળ સશસ્ત્ર પોલીસ દળ દ્વારા કરાયેલા ફાયરિંગમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા.

શિવસેનાએ મંગળવારે કહ્યું કે, પાકિસ્તાના આ વર્ષે અત્યારસુધીમાં 2,700થી વધુ વખત ઉલ્લંઘન કર્યું છે. ઉદ્ધવે ઠાકરે નીત પાર્ટીને કહ્યું કે, આ ઘટનાઓમાં 21 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જ્યારે 94 લોકો ઘાયલ થયા હતા. પાર્ટીએ કહ્યું કે, હવે નેપાળ તરફથી પણ ગોળીબારી શરૂ થઇ ચૂકી છે. આનો મતલબ એ છે કે, પહેલા પાકિસ્તાન સરહદ પર ફાયરિંગ કરી રહ્યું હતું હવે નેપાળ પણ નિર્દોષ ભારતીય લોકોનો જીવ લઇ રહ્યું છે.

મરાઠી દૈનિકે કહ્યું કે, ‘અમે પાકિસ્તાની બંદૂકોને રોકવામાં નિષ્ફળ રહ્યા છીએ, પરંતુ આ નેપાળ સાથે ન થવું જોઇએ. નેપાળી બંદૂકોના નાળચા અત્યારે જ તોડી નાખવા જોઇએ. નહીંતર નેપાળ પણ પાકિસ્તાનની જેમ માથાનો દુખાવો બની જશે.

નેપાળ સશસ્ત્ર પોલીસ દળની આ બે ઘટનાઓ સંદર્ભે શિવસેનાએ કહ્યું કે, નેપાળ દર્શાવી રહ્યું છે કે હવે તે ભારત વિરુદ્ધ ચીન અને પાકિસ્તાનનો સાથ આપશે.

Last Updated : Jul 21, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.