ETV Bharat / bharat

બાપાના ઉત્સવ પર કોરોનાનું ગ્રહણ, 'લાલબાગ ચા રાજા'ની સ્થાપના નહી થાય

author img

By

Published : Jul 1, 2020, 10:45 AM IST

Updated : Jul 1, 2020, 10:51 AM IST

કોરોના વાઇરસની મહામારીની અસર આ વર્ષ ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંડળ લાલાબાગ ચા રાજા આ વર્ષ બાબાની સ્થાપના કે વિસર્જન ઉત્સવ મનાવશે નહીં. લાલાબાગ ગણપતિ મંડળે કોરોના વાઇરસના ખતરાને લઈ આ નિર્ણય લીધો છે.

Lalbaughcha Raja
Lalbaughcha Raja

મુંબઈ: ગણેશજીનો તહેવાર એટલે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થી પર ખાસ કરીને લાલ બાગ ચા રાજાના દર્શનનું મહત્વ કાંઈ અલગ જ હોય છે. સમગ્ર દેશમાં મુંબઈમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર છે. જેને લઈ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે બધા જ મંડળોને આદેશ આપ્યો છે કે, આ વર્ષ ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ ન મનાવવામાં આવે, કારણ કે, ગણપતિ ઉત્સવમાં મોટી માત્રામાં લોકો એકઠા થાય છે. ગણપતિ ઉત્સવમાં ગણપતિની મૂર્તિની ઉંચાઈ 4 ફીટ સુધી રાખવામાં આવશે.

  • Mumbai's Lalbaughcha Raja Ganeshotsav Mandal has decided not to hold Ganeshotsav this time in wake of #COVID19 pandemic. A blood & plasma donation camp will be set up in its place: Lalbaughcha Raja Ganeshotsav Mandal (in the picture - last year's Ganpati idol at Lalbaughcha Raja) pic.twitter.com/1FiHg68QAX

    — ANI (@ANI) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મંડળે જણાવ્યાં મુજબ, આ વખતે 11 દિવસ બ્લડ ડોનેશન અને પ્લાઝ્મા થેરાપી કેમ્પ યોજાશે. સરકારના આ નિર્ણય બાદ બધા જ ગણપતિ મંડળોએ 2 મૂર્તિઓ બનાવવાનો નિર્ણય લીધો છે. એક મોટીની મૂર્તિ અને એક નાની મૂર્તિ બનાવવામાં આવશે.

લાલબાગ મંડળના અગ્રણીઓનું કહેવું છે કે, ગણપતિની લંબાઈ ઓછી ન થઈ શકે. જો નાની મૂર્તિ પણ લાવવામાં આવે તો પણ મોટી માત્રામાં લોકો એકઠા થશે, ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ આ વર્ષ કોઈ મૂર્તિ સ્થાપના કે વિસર્જન કરવામાં આવશે.

Last Updated : Jul 1, 2020, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.