ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: અંતિમ ઘડીએ માયાવતીની બે જાહેરસભા, ગુરૂગ્રામ અને ઝજ્જરમાં રેલી કરશે

author img

By

Published : Oct 18, 2019, 2:33 PM IST

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે આખરી પડાવમાં છે. ચૂંટણી પ્રચાર ખતમ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તેથી હરિયાણાની તમામ 90 સીટ પર ઉમેદવારો બરાબરનું જોર લગાવી રહ્યા છે. આ જ ક્રમમાં આજે બસપાના સુપ્રીમો માયાવતી પણ હરિયાણામાં પોતાની પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યા છે. હરિયાણામાં ગુરૂગ્રામ અને ઝજ્જરમાં માયાવતી આજે બે જાહેર સભાને સંબોધન કરશે.

mayawati two election public meetings

માયાવતીની એક પછી એક રેલી
આપને જણાવી દઈએ કે, માયાવતીની પ્રથમ રેલી ગુરૂગ્રામના સોહનામાં છે. ત્યારબાદ ઝજ્જરમાં એક જાહેરસભાને સંબોધન કરશે. બસપા હરિયાણામાં 90માંથી 87 સીટ પર પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. જો કે, માયાવતી અગાઉ યમુનાનગર અને પાનીપતમાં ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે.

પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ધાર
અહીં ઉલ્લેખનીય છે કે, બસપા હરિયાણામાં પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બસપા ઈનેલો સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારબાદ ઈનેલોથી અલગ થઈ દુષ્યંત ચૌટાલાની જેજેપી સાથે ઓગસ્ટમાં ગઠબંધન કર્યું હતું, પણ એક મહિનાની અંદર જ જેજેપી સાથે ગઠબંધન તોડી માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન
આપને જણાવી દઈએ કે, 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની 90 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

Intro:Body:

dummy


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.