ETV Bharat / bharat

ઉમા ભારતી ભૂમિપૂજનમાં રહ્યા ઉપસ્થિત, કહ્યું- અયોધ્યાએ બધાને એક કર્યા

author img

By

Published : Aug 5, 2020, 4:08 PM IST

વરિષ્ઠ ભાજપ નેતા ઉમા ભારતીએ રામ મંદિર પૂજામાં ઉપસ્થિત રહેવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, અયોધ્યાએ બધાને એક કર્યા છે. હવે આ દેશ આખી દુનિયામાં કહી શકે છે કે અહીં કોઈ ભેદભાવ નથી.

ઉમા ભારતી
ઉમા ભારતી

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન થઇ ગયું છે. આવી સ્થિતિમાં પીએમ સહિતના તમામ દિગ્ગજો કાર્યક્રમમાં ઉપસ્થતિ રહ્યા હતા. આ જ ક્રમમાં ભાજપના નેતા ઉમા ભારતી પણ પૂજા સ્થળે પહોંચી હતી. તેમણે કહ્યું કે, અયોધ્યાએ બધાને એક કર્યા છે. હવે આ દેશ આખી દુનિયામાં કહી શકે છે કે આ દેશમાં કોઇ ભેદભાવ નથી.

તેમણે લખ્યું, હું મર્યાદા પુરુષોત્તમ રામની મર્યાદાથી બંધાયેલી છું. મને રામજન્મભૂમિ ન્યાસના સિનિયર અધિકારી દ્વારા શિલાન્યાસ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તેથી જ હું આ કાર્યક્રમમાં હાજર રહીશ.

ઉમા ભારતીએ આગાઉ કહ્યું હતું કે, તેઓ પૂજામાં ભાગ નહીં લે. ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઉમા ભારતીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, જ્યારથી મેં અમિત શાહ અને યુપી ભાજપના અન્ય નેતાઓના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી જ હું અયોધ્યામાં મંદિરના શિલાન્યાસમાં હાજર રહેનાર લોકો માટે ચિંતિત છું.ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ચિંતિત છું.

ઉમા ભારતીએ ટ્વિટર પર લખ્યું છે કે, હું આજે ભોપાલથી રવાના થઈશ, આવતીકાલે સાંજ સુધીમાં અયોધ્યા પહોંચું ત્યાં સુધી કોઈપણ સંક્રમિત વ્યક્તિને મળી શકું છું. નરેન્દ્ર મોદીની સાથે સેંકડો લોકો હાજર હોય તેવી સ્થિતિમાં હું તે જગ્યાથી અંતર રાખીશ. આટલું જ નહીં, નરેન્દ્ર મોદી ગયા પછી જ હું રામમંદિર પહોંચીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.