ETV Bharat / bharat

કોરોના સામે લડાઇ માટે ભારતીય સેનાને મોરચો માંડવાનો સમય પાકી ગયો છે

author img

By

Published : Apr 5, 2020, 2:18 PM IST

અમેરિકા, ઇટાલી, ચીન અને સ્પેન જેવા દેશોને મોડે મોડે સમજાયુ કે કોરોના વાઇરસ જેવા અદ્રશ્ય દુશ્મન સામે લડવા માટે લશ્કરને તૈનાત કરવુ તે એમ માત્ર રસ્તો છે.  ત્યારે સમયની જરૂરિયાત છે કે લશ્કરને તૈનાત કરવુ અને કુશળતા પૂર્વક કે અન્ય રીતે પ્રજાને કાબુ રાખીને કોરોના જેવા દુશ્મનને હરાવી યુધ્ધ જીતવુ. ભારતમાં કોરોના સામે લડવા માટે લશ્કર પાસે હોસ્પિટલો, નિષ્ણાંત સ્ટાફ અને પુરતી માનવ શક્તિ છે. જેની મદદથી આ મુશ્કેલીમાંથી ઝ઼ડપથી બહાર આવી શકાય.

Army
ભારતીય સેના

ભારતીય નૌકાદળ-

કોવિડ-19 પરીક્ષણ માટે 38 નમુના ધરાવતા ભારતીય નૌકાદળના ડોરનીયર એરક્રાફ્ટમાં તપાસ માટે INS હંસાથી પુણે જવા રવાના થયુ હતું.જે નમુના ગોવાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા.

દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસને સંભાળવા અને વેન્ટીલેટરની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતીય નૌકાદળ વેન્ટીલેટર તૈયાર કરી રહ્યુ છે જે એક સાથે છ દર્દીઓને સારવાર પુરી પાડવામાં મદદરૂપ થશે.

ભારતીય સશસ્ત્ર દળ-

25000 જેટલા એનસીસીના જવાનો, નિવૃત લશ્કરી આરોગ્ય અધિકારીઓ ભારતમાં કોરોના વાયરસ વકરે તો સરકારને ગમે તે ઘડીએ મદદરૂપ થવા માટે તૈયાર છે.

અંદાજે નવ હજાર બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને 8500 તબીબો અને મેડીકલ સપોર્ટ સ્ટાફને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

જેસલમેર, જોધપુર, ચેન્નાઇ, માનેસર, હિંદન ને મુંબઇમાં એક હજારથી વધારે વધુ લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમનો સમયગાળો સાત એપ્રિલ રોજ પૂર્ણ થશે.

ભારતીય વાયુ સેના-

જમીન માર્ગે પરિવહનમાં મુશ્કેલી હોવાથી તબીબી સાધનો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવા માટે તાત્કાલિક ધોરણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મણિપુર અને નાગાલેન્ડમાં હવે ભારતીય વાયુ સેનાને સક્રિય કરવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યુ કે પાછલા ત્રણ દિવસમાં 25 ટન જેટલો પુરવઠો વિમાન માર્ગે સપ્લાય કરાયો છે. વાયુ સેનાનો કાફલો દેશભરમાંથી ઉભી થતી માંગને પહોંચી વળવા સજ્જ છે. તો હવે સી 17 હેવી લિફ્ટર, એએન 32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સીસી 130 જેવા ખાસ વિમાનોની મદદ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની હેરફેર માટે લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત,નાના ડોર્નીઅર વિમાનનું સંચાલન ભારતીય વાયુ સેના અને નૌકાદળ દ્વારા કરવામાં આવે છે. જેનો ઉપયોગ પરીક્ષણ માટે લેવામાં આવેલા નમુના મોકલવા તેમજ તાત્કાલિક ધોરણે તબીબી ટીમોને મોકલવા માટે કરવામાં આવે છે. વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યુ કે નાના ડોર્નીયર વિમાનનો ઉપયોગ તબીબી પુરવઠા જેમ કે પર્સનલ પ્રોટેક્શન ઇક્વીપમેન્ટ, હેન્ડ સેનીટાઇઝર્સ, સર્જીકલ ગ્લોવ્સ, થર્મલ સ્નેકર અઅને તબીબી કર્મચારી માટે થાય છે.

નૌકાદળે દરિયાકાંઠે અને નજીકના ટાપુઓ પર મોટા પ્રમાણમાં માલની પરિવહનની જરૂરિયાતને થ્યાન રાખીને જહાજોને તૈયાર રાખ્યા છે. તો પાડોશી રાષ્ટ્રને સહાયની જરૂર હોય તો બંને જહાજોને સ્ટેન્ડ બાય રખાયા છે.

તાલીમબધ્ધ માનવશક્તિ

સૈન્યનો બીજો મોટો ફાયદો એ છે કે તે તાલીમબધ્ધ અને ખાસ માનવશક્તિ કે જે ગણતરીના કલાકોમાં સક્રિય થઇ જાય છે.

તાલીમબધ્ધ માનવશક્તિ પસંદ કરવાનું એ પણ કારણ છે કે જ્યારે કોઇ કુદરતી આફત કે નાગરિકો પર સંકટ આવે ત્યારે સૈન્યને તૈનાક કરવામાં આવે છે.

મિલેટરીમાં સેનાના નિવૃત જવાનો પરત બોલાવવા માટેની એક પધ્ધતિ છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં નિવૃત થયેલા તમામ સૈનિકો- અધિકારીઓની સેવા લેવા માટે બોલાવી શકે છે.

અને હા જ્યારે દેશ સેવા માટે સેનાની જરૂરહો. ત્યારે બધા જ નિવૃત સૈનિકોને હંમેશા પરત લાવવા માટેની જોગવાઇ છે. લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂર પડે તો મીલેટરીને તૈનાત કરી શકાય છે.

પરિવહન-

કેન્દ્ર સરકારના આદેશ બાદ સૈન્ય તેના વિશાળ ટ્રક , જહાજો, પરિવહન વિમાનની જરૂર હોય તો મિલેટરી સજ્જ છે.

ઝડપથી ફેલાતા કોરોના વાયરસના જોખમ સામે લડવા માટે જરૂરી મોટા પરિવહન માટે સરંક્ષણ દળોને તૈનાત કરી શકાય છે.

સૈન્ય સમગ્ર દેશમાં ટેસ્ટીંગ સેન્ટરની સાથે ભારતમાં વધુમાં વધુ ક્વોરેન્ટાઇન કેમ્પની સ્થાપના કરી શકે છે. સૈન્યની ક્ષમતા દેશના ઉંચા અને ઉંડાણ ધરાવતા વિસ્તારમાં વસવાટ તૈયાર કરાવવાની છે.

સૈન્યને તૈનાત કરવામાં આવતા વધુ ખેચાંયેલા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હટાવવામાં મદદ મળશે.

સૈન્યનો ઉપયોગ માત્ર નવા કેમ્પ તૈયાર કરવામાં જ નહી પણ મોટા રસોડા તૈયાર કરવામાં મદદ કરી શકશે. ખાસ કરીને એવા લોકો માટે જે લોકો પોતાના વતનમાં જવા માટે અસમર્થ છે અને લોકડાઉનમાં કારણે આશ્રય સ્થાનમાં અટવાય ગયા છે.

સૈન્યનો ઉપયોગ માત્ર લોજીસ્ટીક માટે જ નહી પણ સામાજીક જાગૃતતા માટે પણ કરી શકાય તેમ છે.

તબીબી સેવા

સૈન્યની સૌથી મોટી તાકાત અને સંપતિ તબીબો અને તબીબી ક્ષેત્રના સહાયકોને જોડવાની છે. સૈન્યમાં દરેક એકમ તબીબી ટીમોથી સજ્જ હોય છે. તબીબોની ટીમના સભ્યો ઓછામાં ઓછી માળખાગત સુવિદ્યા અને અત્યંત વિપરિત પરિસ્થિતિઓમાં કામ કરવા માટે તૈયાર હોય છે.

ચીનને સૈન્યની તાકાત અને જરૂરિયાત સમજાય હતી અને તેથી ચીને કોરોના વાયરસથી પ્રભાવિત હુવેઇ રાજ્યની વુહાનમાં દશ હજારથી વધુ ચિકિત્સકોને તૈનાત કર્યા હતા વુહાનમાં સૌ પ્રથમવાર કોરોના વાયરસ જોવા મળ્યો હતો.

ચીને કોરોના વાયરસ સામે લડવા માટે પીપલ્સ લિબરેશન આર્મીએ દેશની તબીબી અને તમામ આવશ્યક ચીજવસ્તુઓની પુરવઠો સંભાળી લીધો હતો. જેમાં ચીનમાં કોરોના વાયરસની સામે વિક્રમજનક સમયમાં હોસ્પિટલ તૈયાર કરી હતી જે સૈન્યના તબીબો દ્વારા સંચાલિત હતી.

ભારતીય સૈન્ય દેશભરમાં ઘણી નાની મોટી હોસ્પિટલો અને ક્લીનીક્સ છે. આ તમામ એકમો બધા પ્રકારની દવાઓ અને માળખાગત સુવિદ્યાઓથી સજ્જ છે. જે સૈન્યના તબીબો દ્વારા સંચાલિત છે.

મોદી સરકારે આ બાબતે સુનિશ્ચિત કરવુ જોઇએ કે સંશોધનો અને કુશળતા વચ્ચેનો આ બ્રીજ કોરોના વાયરસ સામે લડવા તૈનાત છે.

એનસીસી

નેશનલ કેડેટ કોર્પ્સે (એનસીસી)એ કોરોના વાયરસના ફેલાવવા બાબતે સેવા અને હેલ્પલાઇન સંચાલન, દવાઓ અને રાહત સામગ્રી વિતરણ અને રોજગારી માટે માર્ગદર્શીકા જાહેર કરી હતી.. એટલુ જ નહી, મોટો સમુદાય સરકાર સાથે મળીને ક્વોરેન્ટાઇન ફેસેલીટી અને પોલીસને મદદ કરવામાં પણ મદદ કરશે.

પંજાબમાં ગાર્ડિયન્સ ઓફ ગવર્નન્સ નામની એક સંસ્થા કે જેમાં 4200 જેટલા લોકો જોડાયેલા છે ને તે તમામ ગામોમાંથી ડેટા સંગ્રહ કરવામાં મદદ કરી રહ્યા છે. તો છત્તીસગઢ સરકારે પોલીસની મદદ માટે કેટલાંક પૂર્વ સૈનિકોની નિમણૂંક કરી છે.

જયારે આંધ્રપ્રદેશે તમામ જીલ્લા કલેક્ટર્સ સાથે મળીને સ્વયંસેવકોને જોડાવવા માટે જણાવ્યુ છે. ઉત્તરપ્રદેશ સરકાર તો તમામ જીલ્લા સૈનિક કલ્યાણ અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને નિવૃતત આર્મી મેડિકલ વિભાગના કર્મચારીઓની યાદી તૈયાર રાખવામાં આવી છે.

ઉત્તરાખંડમાં સૈનિક રેસ્ટ હાઉસને સજ્જ કરવામાં આવી રહ્યા છે. તો જરૂર વડે તો ક્વોરેન્ટાઇન સેન્ટર્સ શરૂ કરવામાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.