ETV Bharat / bharat

હવામાન ખરાબ થવાથી જોધપુરના એરબેઝ પર ઉતરી શકે છે રાફેલ

author img

By

Published : Jul 29, 2020, 7:42 AM IST

Updated : Jul 29, 2020, 3:16 PM IST

ફ્રાન્સથી ભારત આવી રહેલા અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ બુધવારે અંબાલા એરબેઝ પર ઉતરશે, પરંતુ જો અંબાલાનું હવામાન ખરાબ હશે, તો ભારતીય વાયુસેનાના રાફેલને ઉતારવા માટે જોધપુર એરબેઝને બીજા વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

First batch of 5 Rafale aircraft to arrive in Ambala today
First batch of 5 Rafale aircraft to arrive in Ambala today

જયપુરઃ દેશની રક્ષા પંક્તિમાં વાયુસેના માટે સૌથી મોટા મારક હથિયારના રૂપે ફ્રાન્સથી ભારત આવી રહેલા દુનિયાના અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ આમ તો બુધવારે અંબાલા એરબેઝ પર ઉતરવાના છે, પરંતુ જો અંબાલામાં વાતાવરણ ખરાબ થઇ રહ્યું છે. એવામાં ભારતીય વાયુ સેનાએ જોધપુરના એરબેઝને આ માટે બીજા વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે, જો કાલ સુધીમાં અંબાલાનું હવામન સ્વચ્છ નહીં થાય. એવામાં 5 રાફેલ લડાકુ વિમાન આવી રહ્યા છે. તેમને જોધપુરના એરબેઝ પર ઉતારવામાં આવશે. જો કે, જોધપુર એરબેઝના અધિકારીઓએ હજૂ આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેને લઇને જોધપુર એરબેઝ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે એક નવા લડાકુ વિમાન વાયુસેનાના બેડામાં સામેલ થઇ રહ્યા છે, ત્યારે તેના સ્વાગતને લઇને જે રીતે વ્યવસ્થા થાય છે. જે રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે, એવ બધી ઓપચારિક્તાઓ જોધપુરમાં કરવામાં આવશે. આ વિમાન જોધપુર ક્યારે ઉતરશે, તેનો સમય હજૂ નક્કી નથી.

મહત્વનું છે કે, આ પહેલા જૂન 2014માં જોધપુર એરબેઝ પર ચાર રાફેલ વિમાન આવ્યા હતા, જેમણે પશ્ચિમી સીમા પર ચાલી રહેલા યુદ્ધાભ્યાસ ગરૂડમાં ભાગ લીધો હતો. પ્રતિદિન જોધપુરથી જ ઉડાન ભરવામાં આવતી હતી. હવે જો બુધવારે રાફેલ ભારતમાં પહેલીવાર જોધપુર એરબેઝ પર ઉતરે છે, તો આ જોધપુર માટે ગૌરવની વાત હશે.

જો કે, જ્યારે રાફેલનો સોદો થયો હતો, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે, રાફેલની સ્ક્વાડ્રન જોધપુરમાં પણ તૈનાત થશે, જે મિલની જગ્યા લેશે. કારણ કે, હાલમાં જ વાયુસેનાએ મિગ લડાકુ વિમાનને જોધપુર એરબેઝથી સેવાનિવૃતિ આપી હતી.

Last Updated : Jul 29, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.