ETV Bharat / bharat

દૌસાના ધારાસભ્ય મુરારી લાલની ચેતવણી, કહ્યું- અમે ગેહલોતથી ડરતા નથી

author img

By

Published : Jul 16, 2020, 4:38 PM IST

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પાયલટ કેમ્પના ધારાસભ્યોને નોટિસ ફટકાર્યા બાદ નિવેદન આપવાનું શરૂ થઇ ગયું છે. આ દરમિયાન દૌસાના ધારાસભ્ય મુરારી લાલ મીનાએ મુખ્યપ્રધાન ગેહલોતને ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે મુખ્ય પ્રધાન ગેહલોત પાસેથી તેમના પદ પરથી રાજીનામાની માગ કરી.

ધારાસભ્ય મુરારી લાલ
ધારાસભ્ય મુરારી લાલ

દૌસા (રાજસ્થાન): રાજસ્થાનમાં દૌસાના ધારાસભ્ય મુરારી લાલ મીનાએ મુખ્યપ્રધાન અશોક ગેહલોતને સીધા શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, તેમને મન જે ગેરસમજ છે તે દૂર કરવાની જરૂર છે. તે આ ન સમજે કે તેમના દ્વારા આપવામાં આવેલી નોટિસથી ધારાસભ્યો ડરી જશે. મુરારી લાલે એવી પણ માગ કરી છે કે, મુખ્યપ્રધાન પદેથી ગેહલોત રાજીનામું આપી દે અને રાજકીય લડાઇને ખત્મ કરે.

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અશોક ગેહલોત અને પાઇલટ કેમ્પમાં તણાવ ચાલી રહ્યું છે. જેથી દૌસાના ધારાસભ્ય મુરારી લાલે ગેહલોતને સીધો જવાબ આપ્યો છે. તેમણે મુખ્ય પ્રધાન ગેહલોતને સ્પષ્ટ શબ્દોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરતાં કહ્યું કે, 'ગેહલોત આ ગેરસમજને દૂર કરો કે ધારાસભ્યો નોટિસથી ડરી જશે. અમે લોકોનો વિશ્વાસને જીતીને ધારાસભ્ય બન્યા છે. તેથી, અમે અશોક ગેહલોતના નોટિસથી ડરતા નથી.

તો આ સાથે જ મુરારી લાલે એવી પણ માગ કરી હતી કે, સોનિયા ગાંધીએ જે રીતે ખુરશીનો ત્યાગ કર્યો હતો, તે જ રીતે મુખ્ય પ્રધાન ગેહલોતે પણ તેમનો પદ છોડીને રાજકીય લડાઇનો અંત લાવવો જોઈએ. ધારાસભ્યએ કટાક્ષથી કહ્યું કે, અશોક ગેહલોત ખરેખર એક જાદુગર છે. એક જાદુગર તે હોય છે જે જનતાને તેના માયાજાળથી ભ્રમિત કરે છે... તેવી જ રીતે ગેહલોત પણ કરી રહ્યા છે.

દૌસાના ધારાસભ્યનું કહેવું છે કે, તેઓ 100 કરોડમાં પણ નહીં વેચાય. તેમણે કહ્યું, 'અમે અમારા સ્વાભિમાન માટે ચૂંટણી લડીને આવ્યા છીએ. કોઈ અમને ખરીદી શકશે નહીં.. ચૂંટણી જીત્યા બાદ ગેહલોત સરકાર જે કામ કરવાના હતા તે નથી કર્યા તેનાથી અમે પરેશાન હતા.

મીનાએ કહ્યું, 'અમે દૌસાના લોકોને પાણી આપવાનું વચન આપ્યું હતું, SC-ST બેકલોગ જેવી અનેક બાબાતોને લઇ અમે PCC ચીફ સચિન પાયલોટની આગેવાની હેઠળ હાઈકમાન્ડને મળવા આવ્યા હતા. આવી સ્થિતિમાં પાછળથી મુખ્યપ્રધાન ગેહલોત અમને ભ્રષ્ટ કહેતા નોટિસ મોકલતા હોય છે.તો આ નોટિસથી અમે ડરવાના નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.