ETV Bharat / bharat

કોવિડ-19 અને દિવ્યાંગ લોકો

author img

By

Published : May 15, 2020, 8:35 AM IST

વિશ્વવ્યાપી લોકો કોરોના વાઈરસના રોગચાળાના ભરડામાં છે. આ દરમિયાન દિવ્યાંગ વર્ગને બમણો માર પડી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સમગ્ર વિશ્વમાં અનેક સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે દિવ્યાંગ સામે અનેક સમસ્યાઓ આવી રહી છે. તેમની મદદ માટે લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા કેટલાક પગલા પણ લેવામાં આવ્યા છે. વાંચો વિગતવાર...

દિવ્યાંગ
દિવ્યાંગ

હૈદરાબાદ: 2011 વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 121 કરોડ વસ્તીમાંથી, કુલ 2.68 કરોડ લોકો અપંગ છે. જો કે, તેમને મદદ માટેનો સ્ત્રોત ખૂબ મર્યાદિત છે. કેન્દ્ર, તેમજ રાજ્ય સરકારોએ છેલ્લા કેટલાક દિવસોમાં અપંગ વ્યક્તિઓને સહાય કરવા માટે કેટલાક પગલાંઓની ઘોષણા કરી છે. પરંતુ બધા ફાયદાઓ તેમના સુધી પહોંચતા નથી.

લગભગ બે તૃતીયાંશ અપંગ વ્યક્તિઓ(PWD) બેરોજગાર છે, અને જેઓ રોજગાર ધરાવે છે, તેઓ અસંગઠિત ક્ષેત્રમાં છે. મોટી સંખ્યામાં અપંગ વ્યક્તિઓ (PWD) ઘરવિહોણા, કરાર અધારીત મજૂર, સ્થળાંતર કામદાર કે ભિક્ષુક છે.

આ દિશાનિર્દેશો તેમની ચિંતાઓને ધ્યાનમાં લેતા નથી. વળી, કેન્દ્રે રાજ્યોને સુચન કર્યુ છે કે, અપંગોને તેમના ઘરે તબીબી સહાય પૂરી પાડવામાં આવે, અને સુનિશ્વિત કરવામાં આવે કે, તેમની સંભાળ રાખનારા તેમને અવિરત સેવાઓ પ્રદાન કરે છે કે કેમ.

અવરોધો

પ્રથમ અવરોધ સંદેશવ્યવહાર છે. દ્રષ્ટિ, શ્રવણ અને જ્ઞાનાત્મક અપંગ લોકો માટે માહિતી મેળવવાનું વધુ મુશ્કેલ બની શકે છે, કારણ કે તેઓ સમાચાર કે અન્ય માધ્યમ મારફતે માહિતી મેળવી શકતા નથી, ખાસ કરીને જ્યારે માહિતી ઝડપથી અપડેટ થઈ રહી હોય.

બીજા અવરોધમાં સામાજીક અંતર અને હાથ ધોવા જેવી જાહેર આરોગ્ય વ્યૂહરચનાઓ અપનાવવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, અમુક પ્રકારની શારીરિક અપંગતાવાળા લોકો માટે હંમેશાં હાથ ધોવા શક્ય નથી.

સ્વાસ્થ્યની સમાન સંભાળ એ લાંબા સમયથી ચાલતો અવરોધ છે, અને આ પરિસ્થિતિ કોવિડ-19ના સંક્રમણ દરમિયાન વધું વણસી છે. કેમ કે તબીબી સંસ્થાઓ માટે પ્રાધાન્યતા બદલાઈ છે. આ કોરોના વાઈરસ પરીક્ષણ મેળવવામાંથી માંડીને ઈમરજન્સી રૂમમાં પરિક્ષણ સુધીની છે. ઉદાહરણ તરીકે જો તમે રાજ્યની ગતિશીલ સેવાઓ પર આધાર રાખતા હોવ તો ડ્રાઈવ-અપ પરીક્ષણ અશક્ય હોઈ શકે છે. આરોગ્ય સંભાળના વર્તમાન સિસ્ટમમાં પણ અવરોધો છે. જે હવે વધારે ખરાબ થઈ રહ્યા છે. કારણે કે, ઉદ્યોગનો હેતુ કોવિડ-19ના નુકસાનની ભરપાઈ કરવા માટે છે.

• આ ઉપરાંત 2011ની વસ્તી ગણતરી મુજબ 7 પ્રકારની અપંગતા હતી. જે વર્ષ 2016 સુધીમાં પીડબ્લ્યુડી એક્ટ મુજબ વધીને 21 થઈ ગઈ છે. જે કારણે મોટાભાગના પીડબ્લ્યુડી લોકો સરકારના લક્ષ્યાંકમાંથી દુર રહશે.

• વધુમાં તબીબી સંસાધનોની ફાળવણી એ પણ એક ચિંતાનો વિષય છે. ડર છે કે તબીબી સંસાધનોની ફાળવણી, વેન્ટિલેટર સહિત, અપંગ દર્દીઓ સાથે ભેદભાવ થઈ શકે છે. આ રેશનિંગ નીતિઓ વિશે અનેક રાજ્યોમાં ફરિયાદો કરવામાં આવી છે. આ મુદ્દો એ ગેરસમજનો પડઘો પાડે છે કે, વિકલાંગ લોકોનું જીવન ઉચ્ચ ગુણવત્તા ધરાવતું નથી અને તેથી અપંગ લોકોના જીવનને પ્રાધાન્ય આપવામાં નહીં આવે.

શું પગલાં લેવાયા...

27 માર્ચે ભારત સરકારે 21 દિવસના લોકડાઉન વચ્ચે અલગ-સક્ષમ લોકો માટે ત્રણ મહિનાની એડવાન્સ પેન્શન બહાર પાડ્યું. રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ(NSAP) હેઠળ શરૂ કરવામાં આવેલી આ પહેલમાં પીડબ્લ્યુડી માટે 79 વર્ષ સુધીની વયના લોકો માટે મહિનાના 300 રૂપિયા અને જેમની ઉંમર 80 વર્ષથી વધુ છે. તેના માટે રૂ. 500નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આગામી ત્રણ મહિનામાં વિકલાંગોને બે હપ્તામાં રૂ. 1000ની ફાળવવાની જાહેરાત કરી છે

આ રાહત પગલાં સારા છે. તેમ છતાં ઘણા લોકોના મતે લાભો મેળવવા માટે અરજી કરવી અને મેળવવાની પ્રક્રિયા પર સ્પષ્ટતાનો અભાવ છે. તાજેતરમાં મહામારી દરમિયાન વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે (જીઓઆઈ) વિકલાંગોના રક્ષણ અને સલામતી માટે કેટલીક ‘અપંગતા-સમાવિષ્ટ માર્ગદર્શિકા’ જારી કરી હતી. આ અંગે વધુ સહાય પુરી પાડવા માટે વિકલાંગતા કમિશનરોનો સમૂહ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયો હતો. જો કે, તેઓની નિમણૂક કરવામાં આવી નહોતી અથવા જ્યારે સંપર્ક કરવામાં આવતો હતો, ત્યારે તેમના તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવતી ન હતી.

કર્ણાટકે લોકોમાં જાગૃતતા ફેલાવવાના ઈરાદા સાથે સ્વચ્છતા અને સામાજિક અંતર પદ્ધતિ વિશેના વીડિયોનો એક સેટ બનાવ્યો છે. તેમાં પ્રાદેશિક ભાષા તેમજ સાંકેતિક ભાષામાંનું અનુવાદ પણ સુનિશ્ચિત કર્યું છે. બીજી તરફ ઉત્તરાખંડમાં અંપગોની સંભાળ રાખનારા લોકોની અવર-જવર સરળ બનાવી છે. અને અપંગ વ્યક્તિઓ માટે ખોરાક અને દવાઓનું પરિવહન પણ અવરોધ મુક્ત બનાવ્યું છે. ઝારખંડ અને દિલ્હી સરકારે પીડબ્લ્યુડી માટે અલગ ઈલેક્ટ્રોનિક પાસ આપવાનું શરૂ કર્યું છે. સાંભળવાની તકલીફવાળા લોકો માટે તમિલનાડુ અને પંજાબ જેવા રાજ્યોએ સાઈન લેંગ્વેજ અર્થઘટનકારો સાથે વીડિયો કોન્ફરન્સિંગ સુવિધાઓ શરૂ કરી છે.

NCPEDPએ હેલ્પલાઈન નંબરો અને એક ઈમેઇલ આઈડી જાહેર કરી છે, જ્યાંથી અપંગ વ્યક્તિઓ સહાય મળવી શકે છે. આ બાબતે માહિતી શેર કરતા NCPEDPએ ટ્વીટ કર્યું હતું કે, અમને ભારતભરની PWD તરફથી કોલ આવે છે. જે મદદની માંગ કરે છે. નાગપુરમાં એક વિકલાંગ વ્યક્તિએ ફોન કર્યો કે, તે શહેરમાં પરિવહન સેવાઓના અભાવે તેની સગર્ભા પત્નીને દવાખાને લઈ જઈ શકતો નથી. હોસ્પિટલોમાં મર્યાદિત પુરવઠો હોવાને કારણે થેલેસીમિયાવાળા ઘણા લોકો લોહી માટે દાતાઓ શોધવામાં માટે સંપર્ક કર્યો હતો.

કોવિડ પછીની પરિસ્થિતિ

ભારતમાં વિકલાંગ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા પહેલેથી જ કથળી ગઈ છે. ભારતમાં આશ્ચર્યજનક 75% વિકલાંગ બાળકો શાળાઓમાં ભણતા નથી. ગરીબી, જાતિ, લિંગ, ધર્મ વગેરે જેવી અન્ય માળખાકીય અસમાનતાઓ સાથે જોડવામાં આવે ત્યારે વિકલાંગ બાળકોને અન્ય નબળા વર્ગો કરતાં શિક્ષણમાંથી બાકાત રાખવામાં આવે તેવી સંભાવના છે. કોવિડ-19 સમયગાળા દરમિયાન ઈ-લર્નિંગ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બાળકોને હાલની શિક્ષણ પદ્ધતિમાં પ્રેરિત કરવામાં અને તેમના માટે સમાન તકો પ્રદાન કરવામાં મદદ મળશે.

અસમર્થતાવાળા ઘણા લોકો માટે સહાયની આવશ્યતા છે. કારણ કે તેમને રોજિંદા કાર્યમાં સહાયની જરૂર હોય છે. જો કે, અપંગો માટેનું જાહેર જીવન ફરી સમાન નહીં હોય. તેઓ સમાજમાં ફેરફારો જોશે. બ્રેઈલલિપિ જે દૃષ્ટિની અક્ષમ લોકો માટે એક શ્રેષ્ઠ શોધ ગણાય છે, પરંતુ તેના ઉપયોગ માટે સંપર્કની વધારે જરૂર પડતી હોવાથી કોવિડ-19 પછી તે વધારે ઉપયોગી નહીં બને. ઘણાં જાહેર સ્થળોએ તાજેતરમાં બ્રેઈલ-સક્ષમ સૂચનાઓ આપવાની શરૂઆત કરી હતી. જે સામાજિક અંતરનાં ધોરણો અને સ્પર્શ પ્રતિબંધિત હોવાથી નકામી નિવડશે.

બૌદ્ધિક અપંગ લોકો કોવિડ-19 પછી ઘણા પડકારોનો સામનો કરશે કારણ કે, જ્યારથી જાગરૂકતા ફેલાવાનું શરૂ થયું ત્યારથી એકબીજા પર નિર્ભરતા અને વિવિધ સમર્પિત કેન્દ્રો દ્વારા સહાય મેળવવી એ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે છે. સારસંભાળમાં નિયંત્રણ સાથે સંકળાયેલા ભય અને અનિશ્ચિતતા, બૌદ્ધિક અપંગ લોકો માટે ખુબ જ ખલેલ પહોંચાડે તેવી વાત છે. તેમને ચિંતા છે કે, તેમની ક્ષમતા અને તબીબી ઈતિહાસની સંપૂર્ણ સમજણ વિના, તબીબી વ્યાવસાયિકો, ઝડપી નિર્ણય લેવા માટે ફરજ પાડે છે. તેથી તેઓને તબીબી સંસાધનો પ્રાપ્ત થવાથી અટકાવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.