ETV Bharat / bharat

કાનપુર ફાયરિંગના મુખ્ય આરોપી અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ

author img

By

Published : Jul 9, 2020, 10:51 AM IST

Updated : Jul 9, 2020, 11:16 AM IST

કાનપુરમાં કુખ્યાત ગેગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા હતા. આ ફાયરિંગમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી આ શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Vikas Dudey
Vikas Dudey

મધ્ય પ્રદેશ/ઉજ્જૈન: થોડા દિવસો પહેલા કાનપુરમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર અંધાધુધ ફાયરિંગ કરાયું હતું. આ અંધાધુધ ફાયરિંગમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી સક્રિય હતી. મામલે માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રાએ ટ્વીટ કરી વિકાસની ધરપકડ થઈ હોવાની જાણકારી આપી હતી.

કાનપુરના શૂટઆઉટનો મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ કરાઈ

સુત્રો અનુસાર વિકાસની ધરપકડ યુપી પોલીસની ટીમ અને એસટીએફે કરી હતી. યુપી પોલીસે વિકાસ દુબેના વધુ બે સાથીઓને આજે એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતાં. વિકાસ 2 જુલાઈથી ફરાર હતો. કાનપુરમાં થયેલા હત્યાકાંડ મામલે પોલીસ મુખ્ય આરોપી વિકાસ દુબેને શોધવા માટે ઉત્તર પ્રદેશ સહિત આસપાસના રાજ્યોમાં પણ તપાસ કરી રહી હતી અને તેના પરનું ઈનામ અઢી લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું.

  • उत्तर प्रदेश में 8 पुलिसकर्मियों की हत्या के बाद से फरार विकास दुबे को उज्जैन में गिरफ्तार कर लिया गया है, वो मध्यप्रदेश पुलिस की कस्टडी में है। pic.twitter.com/Cd7sN2YglN

    — Dr Narottam Mishra (@drnarottammisra) July 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તમને જણાવી દઈએ કે, કાનપુરમાં કુખ્યાત ગેગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આ ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા છે. વિકાસ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેગસ્ટર છે. હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં વિકાસ દુબેને રાખવામાં આવ્યો છે.

Last Updated : Jul 9, 2020, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.