ETV Bharat / bharat

એ લોકોને ગુજરાતમાં હાર દેખાય છે એટલે ભાજપ હુમલા કરાવે છેઃ કેજરીવાલ

author img

By

Published : Sep 3, 2022, 3:43 PM IST

Updated : Sep 3, 2022, 6:42 PM IST

નવી દિલ્હીઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા સામે થયેલી પોલીસ ફરિયાદ મામલે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીના લોકો પર હુમલા કરાવે છે. Arvind Kejriwal in Gujarat, Arvind Kejriwal Statement, Gopal Italia FIR, Arvind Kejriwal Rajkot visit

એ લોકોને ગુજરાતમાં હાર દેખાય છે એટલે ભાજપ હુમલા કરાવે છેઃ કેજરીવાલ
એ લોકોને ગુજરાતમાં હાર દેખાય છે એટલે ભાજપ હુમલા કરાવે છેઃ કેજરીવાલ

રાજકોટઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા (Arvind Kejriwal Rajkot visit) સામે થયેલી પોલીસ ફરિયાદ મામલે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના (Gopal Italia FIR) પ્રવાસે છે. તેમણે સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટની (Arvind Kejriwal Rajkot visit) મુલાકાત લીધી હતી. રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીના લોકો પર હુમલા કરાવે છે. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જે લોકો એમ કહે છે અમે આમ આદમી પાર્ટીને મત આપીશું એના પર ભાજપ હુમલા કરાવે છે.

  • गुजरात में इनको हार दिखाई दे रही है

    इसीलिए ये हमारे नेताओं पर हमले करवा रहे हैं, मीडिया को डरा रहे हैं, गुंडागर्दी कर रहे हैं।

    गुजरात की जनता से मेरी अपील- हमें संयम रखना है। जिस दिन चुनाव होगा, बटन दबा कर ग़ुस्सा ज़ाहिर करना। pic.twitter.com/cUzXoaxs0y

    — Arvind Kejriwal (@ArvindKejriwal) September 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ અમદાવાદ હેરિટેજ સિટી મોબાઈલ એપ્લિકેશન AHA શહેરમાં ફરવા માટેની અદભૂત એપ

મીડિયાને ડરાવે છેઃ કેજરીવાલે ભાજપ પર શાબ્દિક વાર કરતા ઉમેર્યું હતું કે, ભાજપ મીડિયાને ડરાવે છે. પણ અમારે સંયમ રાખવાનો છે. તેમણે મીડિયાને કહી દીધુ છે કે, આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમને દેખડવાના નથી. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો કર્યો હતો. એમને માથામાં ઈજા પહોંચી છે. એમનો વાંક શું હતો. એ ગણપતિના પંડાલમાં પૂજા કરી રહ્યા હતા. તેમણે ભગવાનની મૂર્તિ સામે હુમલો કર્યો અને એનું માથું ફોડી નાંખ્યું. આ કોઈ ગુજરાતની સંસ્કૃતિ નથી. આ આપણા દેશની સંસ્કૃતિ નથી. આ આપણા સંસ્કાર નથી.

આ પણ વાંચોઃ આ વખતે કચ્છમાં આટલા સિનિયર સિટીઝનો કરશે મતદાન, ચૂંટણી તંત્ર આવ્યું હરકતમાં

પ્રજા પર હુમલો કરશેઃ ગુજરાતના છ કરોડ લોકો, જે લોકોને આ વાતની ખબર પડી રહી છે. લોકો ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકો નારાજ થઈ રહ્યા છે. ગુંડાગર્દી વધી રહી છે દરેક જગ્યાએ ભય ફેલાવી રહ્યા છે. હુમલો ક્યારે કોઈ કરે. જ્યારે કોઈને પોતાની હાર દેખાતી હોય. એને સમજાતું નથી કે શું કરવું. એને હાર દેખાઈ રહી છે. અમે કોંગ્રેસ નથી. પોતાની શૈલી બદલી લો. અત્યાર સુધી કોંગ્રેસ સાથે ડીલ કરતા, અમે સરદાર પટેલ અને ભગતસિંહને પ્રેરણા માનીએ છીએ. હુમલો કરીશો એટલે અમે ડરી જઈશું એવું નથી. ભ્રષ્ટાચાર સામે અડીખમ થઈને લડીશું. પ્રજા પોતાની રીતે સંયમ રાખે. આ લોકો ખુબ જ હુમલા કરાવશે. માત્ર આમ આદમી પાર્ટી નહીં. પણ પ્રજા પર હુમલો કરાવશે. પ્રજામાંથી જે લોકો ભાજપની વિરૂદ્ધમાં જશે એના પર હુમલો કરાવશે. બટન દબાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરજો. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી દેજો.

Last Updated : Sep 3, 2022, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.