ETV Bharat / bharat

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે અમરાવતી બનશે રાજધાની

author img

By

Published : Mar 3, 2022, 11:36 AM IST

Updated : Mar 3, 2022, 1:22 PM IST

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે (Big decision of Andhra Pradesh High Court) રાજ્ય સરકારને CRDAએ એક્ટ મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે વિકાસ યોજના 6 મહિનામાં પૂર્ણ કરવી જોઈએ.

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે અમરાવતી બનશે રાજધાની
આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે અમરાવતી બનશે રાજધાની

અમરાવતી: આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે (Big decision of Andhra Pradesh High Court) ત્રણ રાજધાની અને CRDA રદ કરવા માટેની અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારે CRDAએ એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. CRDA એક્ટ જણાવ્યું હતું કે, તમામ વિકાસ કામો 6 મહિનામાં પૂર્ણ થવા જોઈએ. જે ખેડૂતોને જમીન આપવામાં આવી હતી તેમને 3 મહિનામાં તમામ સુવિધાઓ સાથે વિકસિત પ્લોટ સોંપી દેવા સૂચન કર્યું હતું. તેમજ કોર્ટમાં સમયાંતરે વિકાસના કામોની માહિતી આપવી જોઈએ તેમ જણાવ્યું હતું.

2014માં તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ કરવામાં આવ્યું

વર્ષોના સંઘર્ષ બાદ 2014માં તેલંગાણાને આંધ્રપ્રદેશથી અલગ કરવામાં આવ્યું હતું. મનમોહન સિંહ સરકારના આ નિર્ણય બાદ આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદ તેલંગાણાનો ભાગ બની ગયું. ત્યારપછી આંધ્ર પ્રદેશની નવી રાજધાની માટે શોધ શરૂ થઈ. જો કે, આ દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને રાજ્યો હૈદરાબાદને દસ વર્ષ માટે રાજધાની તરીકે વિભાજિત કરશે.

આ પણ વાંચો: આંધ્ર પ્રદેશ સરકારે બદલ્યો નિર્યણ, રમેશ કુમાર ફરી બન્યા રાજ્ય ચૂંટણી કમિશનર

અમરાવતીને સ્થાયી કરવા માટે કૃષ્ણા નદીના કિનારે કરાયું હતું ભૂમિપૂજન

વિભાજન પછી માર્ચ 2015માં આંધ્ર પ્રદેશના તત્કાલિન મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ નવી રાજધાનીનું નામ અમરાવતી રાખ્યું હતું. 6 જૂન 2015ના રોજ અમરાવતીને સ્થાયી કરવા માટે કૃષ્ણા નદીના કિનારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવા શહેરનો શિલાન્યાસ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાને પણ ભાગ લીધો હતો. ચંદ્રબાબુ નાયડુની સરકારે અમરાવતીને રાજધાની બનાવવા માટે 32,000 એકર જમીન લીધી હતી. પછી કહેવામાં આવ્યું કે આંધ્ર પ્રદેશની નવી રાજધાની સ્થાપિત કરવા માટે સરકાર પાસે હવે 50,000 એકર જમીન છે. આ માટે કૃષ્ણા નદીના કિનારે વિજયવાડા-ગુંટુર પ્રદેશમાં ખેડૂતોની જમીન લેવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

આંધ્ર પ્રદેશની એક માત્ર રાજધાની હશે અમરાવતી

થોડા દિવસો પછી ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં સરકાર બદલાઈ ત્યાં YSR કોંગ્રેસના જગનમોહન રેડ્ડી મુખ્યપ્રધાન બન્યા હતા.. નવી સરકારે જાન્યુઆરી 2020માં વિધાનસભામાં એક ઠરાવ પસાર કર્યો અને રાજ્ય માટે 3 રાજધાની બનાવવાની જાહેરાત કરી હતી. અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલ. વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની બનાવવામાં આવી હતી. અમરાવતી વિધાનસભાની રાજધાની બની અને કુર્નૂલને ન્યાયિક રાજધાની કહેવાતી. જગન મોહનની સરકારે નક્કી કર્યું કે મુખ્યપ્રધાન કાર્યાલય, રાજભવન અને સચિવાલય સહિત ઘણી સરકારી કચેરીઓ વિશાખાપટ્ટનમમાં હશે. અમરાવતીમાં વિધાનસભા યોજાશે. આ સિવાય કુર્નૂલમાં હાઈકોર્ટ હશે. રાજ્યભરમાં વિરોધ બાદ, આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ 2021માં થ્રી કેપિટલ એક્ટને રદ કરવાની જાહેરાત કરી હતી. આ પછી નક્કી થયું કે હવે આંધ્ર પ્રદેશની એક માત્ર રાજધાની અમરાવતી હશે.

Last Updated : Mar 3, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.