ETV Bharat / bharat

Owaisi on Ram Temple : રામ મંદિર મામલે ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું, મુસ્લિમ યુવકોને કહ્યું, "સતર્ક રહો"

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 10:05 AM IST

AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બાબરી મસ્જિદના સંદર્ભમાં યુવા મુસ્લિમોને સતર્ક અને એકજૂથ રહેવાની અપીલ કરતા કહ્યું કે, ત્રણ-ચાર વધુ મસ્જિદોને લઈને ષડયંત્ર ચાલી રહ્યું છે, જેમાં દિલ્હીની સુનહરી મસ્જિદ (ગોલ્ડન મસ્જિદ) પણ સામેલ છે.

Owaisi on Ram Temple
Owaisi on Ram Temple

હૈદરાબાદ : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ પર ધ્યાન રાખવા મુસ્લિમ સમુદાયના યુવાનોને અપીલ કરતા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં મસ્જિદો વસતી રહેવી જોઈએ.

ભવાનીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં બાબરી મસ્જિદના સંદર્ભમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જ્યાં છેલ્લા 500 વર્ષથી પવિત્ર કુરાનનું પઠન થતું હતું તે જગ્યા હવે તેમના હાથમાં નથી. યુવાનો હું તમને કહું છું કે આપણે પોતાની મસ્જિદ ગુમાવી દીધી છે અને તમે જોઈ રહ્યા છો કે ત્યાં શું થઈ રહ્યું છે. શું તમારા હૃદયમાં દુઃખ નથી ?

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, આપણે જ્યાં બેસીને 500 વર્ષ સુધી કુરાનનું પઠન કર્યું તે જગ્યા આજે આપણા હાથમાં નથી. યુવાનો તમે નથી જોતા કે વધુ ત્રણ-ચાર મસ્જિદોને લઈને એક ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં દિલ્હીની સુનહરી મસ્જિદનો (ગોલ્ડન મસ્જિદ) પણ સમાવેશ થાય છે. વર્ષોની મહેનત પછી આજે આપણે આ સ્થાન મેળવ્યું છે. તમારે સતર્ક રહેવું પડશે અને આ બાબતો પર ધ્યાન આપવું પડશે.

AIMIM અધ્યક્ષ ઓવૈસીએ યુવા મુસ્લિમોને સતર્ક અને સંગઠિત રહેવાની અપીલ કરતા વધુમાં જણાવ્યું હતું કે, તમારો સહયોગ અને તાકાત જાળવી રાખો. તમારી મસ્જિદોમાં જવાનું રાખો, એવું બની શકે છે કે આ મસ્જિદ આપણી પાસેથી છીનવાઈ જાય. હું આશા રાખું છું કે આજનો યુવાન જે આવતીકાલનો વૃદ્ધ માણસ હશે તે ભવિષ્ય પર નજર રાખશે અને ઘાઢ ચિંતન કરશે કે તે કેવી રીતે ખુદને, પોતાના પરિવાર, શહેર અને પોતાના પડોશીને મદદ કરી શકે છે. એકતા એ તાકાત છે, એકતા એ આશીર્વાદ છે.

મંદિરના આગેવાનોના જણાવ્યા અનુસાર 16 જાન્યુઆરીના રોજ શરૂ થનારી અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક વિધિ સાત દિવસ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના રોજ અંતિમ દિવસે સવારની પૂજા બાદ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં ભગવાન રામનો અભિષેક કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020 ના રોજ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદ પર 2019 માં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદાના પગલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અંગે કેન્દ્ર સરકારે તમામ નિર્ણયો લેવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

  1. Idol of Ramlala : પ્રાણ પ્રતિષ્ઠા માટે રામલલાની મૂર્તિની પસંદગી કરાઇ, જાણો તેની વિશેષ્ઠા વિશે...
  2. Mann Ki Baat: PM મોદીએ 'મન કી બાત'માં 2023માં ભારતના બે ઓસ્કર જીતની પ્રશંસા કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.