ETV Bharat / bharat

PM fulfilled JK Girl's wish: વડાપ્રધાન મોદીએ પૂરી કરી ત્રીજા ધોરણના વિદ્યાર્થીની ઈચ્છા, શાળાની થઇ કાયાપલટ

author img

By

Published : Apr 20, 2023, 5:02 PM IST

વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરની ત્રીજા ધોરણની વિદ્યાર્થીની સીરત નાજની ભાવનાત્મક અપીલ સાંભળી. તેમની અપીલ બાદ કઠુઆ સ્કૂલને નવો લુક આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સીરત નાઝ નામની એક વિદ્યાર્થીનીએ એક વીડિયો દ્વારા વડાપ્રધાન મોદીને તેની સ્કૂલની બિલ્ડિંગ રિપેર કરાવવાની અપીલ કરી હતી.

after-the-appeal-of-girl-to-pm-renovation-has-been-started-of-kathua-school-jammu-and-kashmir
after-the-appeal-of-girl-to-pm-renovation-has-been-started-of-kathua-school-jammu-and-kashmir

વડાપ્રધાન મોદીએ પૂરી કરી ત્રીજા ધોરણના વિદ્યાર્થીની ઈચ્છા

કઠુઆ/જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ધોરણ 3ના વિદ્યાર્થીએ એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની શાળામાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસને તેમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીના આદેશ બાદ હવે આ શાળાનું કામ શરૂ થયું છે. સીરત નાઝ દ્વારા ગયા અઠવાડિયે એક વીડિયો દ્વારા વડા પ્રધાનને કરવામાં આવેલી અપીલથી જમ્મુના શાળા શિક્ષણ નિયામક રવિશંકર શર્માને દૂરના લોહાઈ-મલ્હાર બ્લોકમાં આવેલી સરકારી શાળાની મુલાકાત લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યો છે.

ત્રીજા ધોરણની વિદ્યાર્થીનીની અપીલ: નાઝે તેના ચાર મિનિટના વીડિયોની શરૂઆતમાં કહ્યું કે, 'અસ્સલામ અલૈકુમ મોદીજી આપ કૈસે હો આપ... આપ સબ કી બાત સુનતે હો, મેરી ભી બાત સુનો'. શાળાની જર્જરિત હાલતનો ઉલ્લેખ કરતાં નાઝે જણાવ્યું હતું કે, 'ઘણી વખત વિદ્યાર્થીઓને ગંદા ફ્લોર પર બેસવું પડે છે.' આ વીડિયોમાં તેણીએ શૌચાલયની દુર્દશા, ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા, શાળાના અધૂરા બાંધકામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વીડિયો બાદ શાળાની કાયાપલટ: વડાપ્રધાનને લાગણીશીલ અપીલ કરતાં બાળકીએ કહ્યું હતું, 'તમે આખા દેશને સાંભળો, કૃપા કરીને મારી વાત સાંભળો અને અમારા માટે એક સારી શાળા બનાવો જેથી કરીને અમે અમારું ભણતર ચાલુ રાખી શકીએ. શાળામાં સુવિધાના અભાવને કારણે ગણવેશ ગંદા થઇ રહ્યા છે. આ વાયરલ વીડિયોની નોંધ લેતા જમ્મુ-કાશ્મીર પ્રશાસને તરત જ સ્કૂલની કાયાપલટ કરવાની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો STSangamam:દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમના મહેમાનોનું પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક કૃતિ સાથે સ્વાગત

શાળાની કાયાપલટ માટે 91 લાખ રૂપિયા મંજુર: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ જમ્મુના સ્કૂલ એજ્યુકેશનના ડિરેક્ટર રવિશંકર શર્માએ સ્કૂલની મુલાકાત લીધી હતી. શાળાની મુલાકાત લીધા બાદ શર્માએ જણાવ્યું હતું કે શાળાના આધુનિકીકરણ માટે રૂ. 91 લાખના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કેટલીક વહીવટી મંજૂરીના કારણે શાળાનું આ કામ અટકી ગયું હતું. હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને શાળા કાર્યરત છે.

આ પણ વાંચો Nagli Plant: નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.