ETV Bharat / bharat

12 વર્ષ જૂના ડબલ મર્ડર કેસમાં છોટા રાજન સહિત 4 આરોપી નિર્દોષ

author img

By

Published : Nov 17, 2022, 5:33 PM IST

બોમ્બે સેશન્સ કોર્ટે 12 વર્ષ (Underworld don Chhota Shakil) જૂના કેસમાં એક મોટો અને મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કુખ્યાત ડોન છોટા રાજન સહિત 4 આરોપીઓને નિર્દોષ જાહેર થયા છે. તારીખ 29 જુલાઈ 2009માં શકીલ ગૅંગના આસિફ દધી અને શકીલ મોદકની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

12 વર્ષ જૂના ભીંડી બજાર ડબલ મર્ડર કેસમાં છોટા રાજન સહિત 4 આરોપી નિર્દોષ જાહેર
12 વર્ષ જૂના ભીંડી બજાર ડબલ મર્ડર કેસમાં છોટા રાજન સહિત 4 આરોપી નિર્દોષ જાહેર

મુંબઈઃ બોમ્બે સેશન્સ કોર્ટની વિશેષ સીબીઆઈ (Underworld don Chhota Shakil) કોર્ટે ભીંડી બજારમાં જેજે સિગ્નલ પાસે ડબલ મર્ડર કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત 4 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. છોટા શકીલ ગેંગના આસિફ દાધી ઉર્ફે છોટે મિયાં અને શકીલ મોડકની ગોળી મારીને (Mumbai Murder Case)હત્યા કરવામાં આવી હતી. છોટા રાજન પર આ ડબલ મર્ડરનું કાવતરું ઘડવાનો આરોપ હતો. આ સિવાય મોહમ્મદ અલી જાન, પ્રણય રાણે અને ઉમ્મેદ પણ આ કેસમાં આરોપી હતા. પરંતુ સરકારી તંત્ર આ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયું.

પુરાવાનો અભાવઃ આ તપાસમાં પુરાવાના અભાવે, ઓળખ પરેડમાં નિષ્ફળતા, વપરાયેલ હથિયારો અને ગોળીઓનો મેળ ન ખાવો વગેરેને કારણે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ આરોપીઓ 12 વર્ષથી જેલમાં હતા. બોમ્બે સેશન્સ કોર્ટની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એએમ પાટીલે આજે આ નિર્ણય આપ્યો છે. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, ગોળીબાર જેજે માર્ગ પોલીસ સ્ટેશન પાસે થયો હતો. 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં આસિફ ખાન ઉપરાંત વધુ ત્રણ લોકો ઘાયલ થયા હતા.

ફરાર હતોઃ જોકે, આસિફ ખાન કોઈક રીતે જીવ બચાવીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જ્યારે ખાનને મળવા ગયેલા શકીલ મોડક અને આસિફ કુરેશીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જણાવી દઈએ કે શકીલ મોડક કોંગ્રેસના નેતા ભાઈ જગતાપના અંગત સચિવ હતા, જ્યારે કુરેશી મોડકના મિત્ર હતા. આ અંધાધૂંધ ફાયરિંગ બાદ છોટા રાજન પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આસિફ ખાન દાઉદની હરીફ અંડરવર્લ્ડ ગેંગનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. આ કેસમાં પોલીસે મોહમ્મદ અલી જોન મોહમ્મદ શેખ અને પ્રણય મનોહર રાણેની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં ઉમેદ શેખ અને અદનાન સૈયદના નામ સામે આવતાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, પોલીસે દાવો કર્યો હતો કે છોટા રાજને એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેની ભૂમિકા કબૂલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.