75 Years of Independence: ભગતસિંહ, એક એવા ક્રાંતિકારી જેમણે ન્યાય માટે ફક્ત એક જ ગોળી ચલાવી હતી

author img

By

Published : Dec 5, 2021, 6:24 AM IST

75 YEARS OF INDEPENDENCE BHAGAT SINGH A NAME SYNONYM OF FREEDOM STRUGGLE

ભગતસિંહ એક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીનું (Revolutionary freedom fighters Bhagatsinh) એવું નામ છે જે આવનારી પેઢીઓને પ્રેરિત કરનાર બની રહેશે. તે નામ ઘણાં ભારતીયો માટે એવી રીતે છે જેવી રીતે ક્યૂબાના લોકો માટે ચે ગુએરા (Che Guera) છે. ઇતિહાસકારો અને પરિવારના સભ્યો કહે છે કે તે એક યુવાન હતો જે વધુ બહેતર દુનિયા જોવા માગતો હતો અને રક્તપાત પર અફસોસ હતો. પરંતુ તેઓ એક અનોખા માણસ પણ હતા જે જુલમ અને અન્યાય સામે ઝૂકી શકતા ન હતાં.

  • દેશની આઝાદીના 75માં વર્ષેે યાદ કરો શહીદોની ગાથા
  • ક્રાંતિકારી શહીદ ભગતસિંહ અને સાથીઓની અનોખી ગાથા
  • ભગતસિંહની જેલડાયરીમાં છે તેમણે મારેલી ગોળીની વાત

ચંડીગઢ: ભારતની સ્વતંત્રતા ચળવળ ( 75 Years of Independence) તેની અહિંસા પદ્ધતિઓ માટે જાણીતી છે. એ સાથે જ સંખ્યાબંધ ક્રાંતિકારીઓને પણ જન્મ આપ્યો હતો. તેમાંથી એક નામ બાકીનાથી અલગ છે: ભગતસિંહ. શું તમે જાણો છો કે તે એક એવા ક્રાંતિકારી (Revolutionary freedom fighters Bhagatsinh) છે જેમણે જુલમ સામેની લડાઈમાં માત્ર એક જ ગોળી (Bhagat Singh revolutionary who shot one bullet) દાગી હતી? ક્રાંતિકારીઓ માનતાં હતાં કે કે શરીરને મારી શકાય છે પરંતુ મજબૂત મનને નહીં, વિચારો અને વિચારો અમર રહેશે. આ તેમણે પોતાના જીવન દ્વારા સાબિત કર્યું. તેમનું જીવન બાદની પેઢીઓએ વળગી રહેવાના સંદેશ સમાન હતું.

ભગતસિંહ, એક એવા ક્રાંતિકારી જેમણે ન્યાય માટે ફક્ત એક જ ગોળી ચલાવી હતી

ભગતસિંહનો જન્મ અને પરિવાર

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ અખંડ ભારતમાં (હવે પાકિસ્તાનમાં) લાયલપુરમાં થયો હતો. તેઓ તેમના પિતા અને કાકાને જોઈને મોટા થયા હતાં જેઓ હિંદુ સુધારાવાદી ચળવળ આર્ય સમાજ અને ગદર પાર્ટી સાથે જોડાયેલા હતાં. પાકિસ્તાનના લાહોરમાં ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા તેમનું પૈતૃક ઘર હજુ પણ સુરક્ષિત છે. ફાઉન્ડેશન દરેક સમયના ક્રાંતિકારી માટે શહીદનો દરજ્જો માગે છે.

આ પણ વાંચો: Sardar Utham Singh એ નામ જેણે બ્રિટિશ સામ્રાજ્યના બડેખાંઓને થથરાવી દીધાં હતાં

જલિયાંવાલા બાગ હત્યાકાંડની બાળપણથી રહી અસર

જલિયાનવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ 12 વર્ષના હતાં અને તે પોતે ત્યાંથી માટી એકત્ર કરવા સ્થળ પર ગયા હતાં. 1928 સુધી ભગતસિંહ અન્ય કોઈ ગુસ્સે ભરાયેલા યુવાનની જેવા જ હતાં જેઓ ભારતની ધરતી પરથી અંગ્રેજોને ભગાડવા માંગતા હતાં. એક ઝંખનાસભર વાચક અને લેખક, પરદેશીઓની તાકાત સામેની લડાઈમાં કલમ તેમની તલવાર હતી. એક રાજકીય વર્તુળ ધરાવતાં પરિવારમાં જન્મેલાં ભગતસિંહના (Revolutionary freedom fighters Bhagatsinh) તરુણાવસ્થામાં પહોંચતા પહેલાં જ તેમના મનમાં ક્રાંતિના બીજ વવાઇ ગયાં હતાં.

જીવન બદલતી ક્ષણો

સાયમન કમિશનનું આગમન અને ત્યારબાદ મહાત્મા ગાંધીની અહિંસા ચળવળને ટેકો આપનાર મધ્યમ નેતા લાલા લાજપતરાયનું મૃત્યુ એ ભગતસિંહના જીવનની નિર્ણાયક ક્ષણ હતી. ભારતના બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવા માટે 7 સભ્યોના સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી અને પેનલમાં એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સાયમન કમિશન સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો અને લાલા લાજપતરાય લાહોરમાં વિરોધના કેન્દ્રમાં હતાં. ભગતસિંહ અને તેમના મિત્રો લાહોરમાં લાલાના વિરોધમાં જોડાયા અને સાયમન કમિશનને કાળા ઝંડા બતાવ્યાં. બ્રિટિશ પોલીસ અધિક્ષક જે.એ. સ્કોટ હેઠળના અંગ્રેજો સૈનિકોએ તેેમને બળથી કચડી નાખ્યો. બાદમાં પોલીસના લાઠીચાર્જમાં માથામાં થયેલી ઈજાને કારણે તે મૃત્યુ પામ્યાં, જેનાથી લોકોના મનમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ. ભગતસિંહ અને તેમની હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિક આર્મીનો કોઈ બીજો ઇરાદો નહોતો. તેઓ અંગ્રેજોને તેમની હિંસા માટે પાઠ ભણાવવા સમગ્ર રાષ્ટ્ર માટે ઉભા થયાં. તેઓએ અંગ્રેજ પોલીસની ક્રૂરતા સામે બદલો લેવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ

ક્રાંતિની ચિંગારીઓઓ ઉડી

17 ડિસેમ્બરના રોજ ભગતસિંહ અને તેમના સાથી રાજગુરુ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદે 21 વર્ષીય જોન સોન્ડર્સને જે પી સ્કોટ સમજીને તેમની ગોળી મારીને હત્યા કરી નાખી. ભગતસિંહ અને રાજગુરુએ મહિનાઓ સુધી ધરપકડ ટાળી અને લાલા લાજપત રાયના મૃત્યુનો બદલો લેવા તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. આ સમય સુધીમાં ભગતસિંહ અને તેમનો ઈન્કલાબ ઝિંદાબાદનો નારા (Revolutionary freedom fighters Bhagatsinh) લોકોના મનમાં ધધકતી ચિંગારી જેવો બની ગયો હતો. મૂળરૂપે ઉર્દૂ કવિ, સ્વાતંત્ર્ય સેનાની અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના નેતા મૌલાના હસરત મોહની દ્વારા 1921માં આ સૂત્ર આપવામાં આવ્યું હતું, જેને ભગતસિંહે 1920ના દાયકાના અંતમાં તેમના ભાષણો અને લખાણો દ્વારા લોકપ્રિય બનાવ્યું હતું.

અંગ્રેજોને તેમની ધરપકડ કરવાની હિંમત કરી

8 એપ્રિલ 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તાએ દિલ્હીમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંક્યો હતો. તેઓએ ધારાસભ્યોની બેઠકો ઉપરથી ભરેલી ગેલેરીની વચ્ચેથી બોમ્બ ફેંક્યો, જેનો ઉદ્દેશ્ય કોઈને મારવાનો ન હતો, પરંતુ ગૃહ, ભારતીય લોકો અને ભારતમાં બ્રિટિશ શાસકોનું ધ્યાન દોરવા માટે હતો. તેઓએ બહેરી સરકારને જગાડવા માટે વિસ્ફોટોની જરૂર છે એમ કહીને પેમ્ફલેટ ફેંક્યાં અને પોલીસ તેમની ધરપકડ કરે તેની રાહ જોઈ. કારણ કે તે માત્ર એક વિસ્ફોટ હતો અને કોઈને ઈજા થઈ ન હતી, તેથી તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. પરંતુ અંગ્રેજો જેઓ કોઈપણ રીતે ભગતસિંહને ફાંસી આપવા માંગતા હતાં તેઓએ સોન્ડર્સની હત્યાની તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંકઃ જલિયાંવાલા બાગ

અંગ્રેજોની લુચ્ચાઇ અને હતાશા

7 ઓક્ટોબર, 1930ના રોજ, ટ્રિબ્યુનલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને સોન્ડર્સની હત્યા માટે દોષિત ઠેરવ્યાં અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી. ઈતિહાસકાર અમોલક સિંહના જણાવ્યા અનુસાર ભગતસિંહની જેલ ડાયરીમાં ઉલ્લેખ છે કે તેમના 23 વર્ષના સમગ્ર જીવનમાં તેમણેે માત્ર એક જ ગોળી (Bhagat Singh revolutionary who shot one bullet) દાગી હતી. બ્રિટિશ શાસકોનો ગુસ્સો અને હતાશા ત્યાં અટકી ન હતી. 23 માર્ચ 1931ના રોજ લાહોર જેલની બહાર વિશાળ ભીડ એકઠી થઈ ગઇ જ્યારે તેઓએ ત્રણેય ક્રાંતિકારીઓને (Revolutionary freedom fighters Bhagatsinh) ફાંસી આપી. અંગ્રેજો જીવનની વીશીમાં રમતા ત્રણ યુવાનોને ફાંસી આપવા સામેના વ્યાપક વિરોધને કોઈ મહત્વ આપ્યું ન હતું. ગાંધીજીએ પણ ફાંસી ટાળવા સરકારને વિનંતી કરી પણ નિરર્થક રહી હતી.

ભગતસિંહનું પૈતૃક ઘર

ભગતસિંહનું (Revolutionary freedom fighters Bhagatsinh) પૈતૃક ઘર આજે પણ ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન, લાહોર, પાકિસ્તાન દ્વારા સુરક્ષિત છે. તેઓ ભગતસિંહને રાષ્ટ્રીય શહીદનો દરજ્જો આપવાની પણ માગ કરી રહ્યાં છે. લાહોર સ્થિત ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન ભગત સિંહને રાષ્ટ્રીય શહીદનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યું છે અને ભારતમાં, આજ સુધી ભગતસિંહનું બહાદુરીનું કાર્ય કોઈપણ ભારતીય માટે આંસુ અને ગર્વની લાગણી અનુભવવા માટે છે જેઓ તેમના સર્વોચ્ચ બલિદાનને ઉમદા અને ક્રાંતિકારી માને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.