ETV Bharat / bharat

આઝાદીના 75 વર્ષઃ આસામના ગાંધી જેમણે દલિતોના ઉત્થાન માટે જીવન ખર્ચી નાંખ્યું

author img

By

Published : Oct 10, 2021, 6:52 AM IST

આઝાદીના 75 વર્ષઃ આસામના ગાંધી જેમણે દલિતોના ઉત્થાન માટે જીવન ખર્ચી નાંખ્યું
આઝાદીના 75 વર્ષઃ આસામના ગાંધી જેમણે દલિતોના ઉત્થાન માટે જીવન ખર્ચી નાંખ્યું

કૃષ્ણનાથ સરમાને "આસામના ગાંધી" કહેવામાં આવે છે. તેનું એક કારણ એ છે કે એક સાચા ગાંધીવાદી તરીકે તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને આત્માથી અનુસર્યા અને અસ્પૃશ્યતા નાબૂદી માટે લડ્યાં. દલિતોના ઉત્થાન માટે તેમણે કરેલા કામ રૂઢિચુસ્ત બ્રાહ્મણ સમુદાયનો ક્રોધ નોંતરી લાવ્યાં હતાં. પરંતુ સામાજિક બહિષ્કાર તેમને દલિત સમુદાયના કલ્યાણના કામ કરતા અટકાવી શક્યાં ન હતા.

  • આસામ જોરહાટના સ્વાતંત્ર્યસેનાનીને સ્મરણાંજલિ
  • "આસામના ગાંધી" તરીકે ઓળખાતાં હતાં કૃષ્ણનાથ સરમા
  • અસ્પૃશ્યતા નાબૂદી માટે આપ્યું હતું ખૂબ મોટું બલિદાન

હૈદરાબાદ: દેશની આઝાદી માટે જેટલા લડ્યાં એટલા જ મહાત્મા ગાંધી સમાજમાંથી અસ્પૃશ્યતાને નાબૂદ કરવા અને દલિતોના ઉત્કર્ષ માટે નૈતિક લડાઈ લડ્યાં હતાં. જેને તેઓ હરિજન કહેતાં હતાં. તેમણે દલિતોના ઉત્થાન માટે 'હરિજન સેવક સંઘ' નામની સંસ્થાની સ્થાપના કરી. સંઘે હતાશ વર્ગને તમામ જાહેર સ્થળો જેમ કે મંદિરો, શાળાઓ, રસ્તાઓ અને જળ સંસાધનો વગેરેમાં પ્રવેશ કરવામાં મદદ કરી હતી, બાકીના દેશ સાથે આસામમાં પણ આ આંદોલન જોવા મળ્યું હતું, જે કૃષ્ણનાથ સરમા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેંને હરિજન બંધુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આઝાદીના 75 વર્ષઃ આસામના ગાંધી જેમણે દલિતોના ઉત્થાન માટે જીવન ખર્ચી નાંખ્યું

હરિજનોને મુખ્ય પ્રવાહમાં લાવવા ખૂબ સંઘર્ષ કર્યો

28 ફેબ્રુઆરી, 1887ના રોજ આસામના જોરહાટ જિલ્લાના સરબઇબંધમાં જન્મેલા કૃષ્ણનાથ સરમાએ ગાંધીજીના હરિજન આંદોલન દ્વારા હરિજનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. જોકે તેમની પ્રવૃત્તિઓ તેઓ જે સમાજમાંથી આવતાં હતાં તે રૂઢિવાદી બ્રાહ્મણ સમાજના પ્રભાવ વચ્ચે સારી રીતે થઈ શકતી ન હતી અને તેમને બહિષ્કૃત કરવામાં આવ્યાં હતાં. અર્લ લો કોલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક અને કાયદાના સ્નાતક સરમાએ પણ કાયદાની પ્રેક્ટિસ કરી હતી, પરંતુ બાદમાં 1921માં મહાત્મા ગાંધીએ શરૂ કરેલા અસહકાર આંદોલનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પોતાના વ્યવસાયનું બલિદાન આપી દીધું હતું.

1921માં આસામ કોંગ્રેસનો ચાર્જ સોંપાયો હતો

કૃષ્ણનાથ સરમાને 1921માં જોરહાટ જિલ્લામાં કોંગ્રેસ પક્ષનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તે જ વર્ષે નબીનચંદ્ર બોરડોલોઇ, તરુણ રામ ફૂકન અને કુલધર ચાલીહા સાથે સરમાને એક વર્ષની જેલની સજા ભોગવવી પડી હતી. તે દિવસો દરમિયાન સરમાએ ગાંધીજીના પગલાંને અનુસરીને આસામમાં શાળાકોલેજો શરૂ કરવા, હોસ્પિટલોની સ્થાપના અને દૂરના વિસ્તારોમાં રસ્તાઓનું નિર્માણ જેવા સામાજિક-આર્થિક વિકાસ માટે અનેક આંદોલનો શરૂ કર્યા હતાં.

આસામમાં પ્રાર્થનાઘરમાં હરિજનોને પ્રવેશ આપ્યો

તેમના નોંધપાત્ર કાર્યોમાં અસ્પૃશ્યતા નાબૂદીનું કાર્ય પણ એક ભાગરુપે હતું. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવતા સરમાએ સમાજના હરિજનોને તેમના પોતાના ઘરમાં નામઘર (પ્રાર્થના સ્થળ)માં આવકાર્યા હતાં. તે દિવસોમાં આ સાચે જ એક હિંમતવાન કાર્ય હતું. 1934માં, જ્યારે મહાત્મા ગાંધીએ બીજી વખત આસામની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીએ હરિજનો માટે નામઘરનું ઉદ્ઘાટન કર્યું હતું જે અગાઉ આસામમાં ક્યારેય થયું ન હતું.

આજે પણ સરમાને ઉચિત સન્માન નથી અપાયું

એક સાચા ગાંધીવાદી સરમાએ સમગ્ર જીવન દરમિયાન ગાંધીજીના દરેક આદર્શને અનુસર્યા હતાં. તેઓ 2 ફેબ્રુઆરી, 1947ના રોજ મૃત્યુ પામ્યા હતાં. જોકે આસામના આ સમાજ સુધારકને હજુ સુધી રાજ્યમાં જેટલું થવું જોઇએ તે પ્રકારનું સન્માન અને ઓળખ મળી નથી.

આ પણ વાંચો : ETV bharat special: 'માત્ર જોબ કરવી એ હેતુ ન હોવો જોઈએ, ઘરમાં રહી તમારી શક્તિને પિછાણો' : પ્રીતિબેન કોટેચા

આ પણ વાંચો : અરવિંદ કુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.