ETV Bharat / bharat

Explosion in Meerut: મેરઠમાં સાબુની ફેક્ટરીમાં પ્રંચડ ધડાકો, 4ના મૃત્યું અને 4 ઈજાગ્રસ્ત.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 4:29 PM IST

ઉત્તરપ્રદેશના મેરઠમાં મંગળવારની સવારે એક બે માળના મકાનમાં અચાનક વિસ્ફોટ થતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનાથી આખું ઘર જમીનદોસ્ત થઈને કાટમાળમાં ફેરવાઈ ગયું. આ દુર્ઘટનામાં દટાઈ જવાથી 4 લોકોના કરૂણ મૃત્યું નીપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મેરઠમાં સાબુની ફેક્ટરીમાં પ્રંચડ ધડાકો
મેરઠમાં સાબુની ફેક્ટરીમાં પ્રંચડ ધડાકો

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારી દર્દનાક ગંભીર ઘટના સામે આવી છે. અહીંના લોહિયાનગર વિસ્તારમાં એક ઘરમાં અચાનક વિસ્ફોટ થતાં આખું ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દુર્ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે મેરઠની મેડિકલ કોલેજમાં ખસેડ્યાં હતાં. જ્યારે મૃતદેહોનો કબજો લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં.

વિસ્ફોટ એટલો પ્રંચડ કે ઘર બની ગયું કાટમાળ
વિસ્ફોટ એટલો પ્રંચડ કે ઘર બની ગયું કાટમાળ

બે માળના મકાનમાં વિસ્ફોટ: ઘટના મેરઠના લોહિયાનગર વિસ્તારની છે જ્યાં બે માળના મકાનમાં મંગળવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં આખું ઘર ધરાશાયી થઈને કાટમાળ બની ગયું. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આજુબાજુના ઘણાં મકાનો ધ્રૂજી ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યું થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી સુધી મૃત્યું પામેલા લોકોની ઓળખ થઈ શકી નથી. વિસ્ફોટની માહિતી મળતાં જ SSP અને DM પણ ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. સાથે જ ઘરનો કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘરમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાની કામગીરી ચાલતી હતી જેના કારણે ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે મીડિયાને પણ દૂર રહેવાની સૂચના આપી છે.

કાટમાળમાં દબાઈ જવાથી 4ના મૃત્યું, 4ને ઈજા
કાટમાળમાં દબાઈ જવાથી 4ના મૃત્યું, 4ને ઈજા

વિસ્ફોટ બાદ મકાન જમીનદોસ્ત: આ મામલામાં ડીએમ દીપક મીણાએ જણાવ્યું હતું કે, લોહિયાનગર વિસ્તારમાં સાબુ અને ડિટર્જન્ટનું ગોદામ હતું. મળતી માહિતી અનુસાર ગોદામમાં કોઈ કેમિકલના કારણે રિએક્શન આવ્યું હતું. જેના કારણે ગોદામમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ગાઝિયાબાદથી NDRFની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ મકાનના કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટના કારણે આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ગોદામની બાજુમાં આવેલી એક શાળાની દિવાલોને ઘણું નુકસાન થયું છે.

દૂર્ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે
દૂર્ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે

મકાનમાં ચાલતી હતી સાબુની ફેક્ટરી: ડીએમે જણાવ્યું હતું કે, આ વિસ્ફોટનું કારણ ત્યાંથી પસાર થઈ રહેલી 33 કેવીની લાઈનના થાંભલા પણ તૂટી ગયા છે. આ ઉપરાંત આખો ગોદામ જમીનદોસ્ત થઈ ગયો છે. ગોદામની આસ-પાસ સાબુના ટુકડે-ટુકડા જોવા મળી રહ્યાં છે. આઉ ઉપરાંત સાબુ બનાવવાનું મશીન પણ જોવા મળી રહ્યું છે. જાણકારી અનુસાર અહીં સાબુ બનાવવાની અને પેકેજિંગનું કામ થતું હતું. અહીં ફટાકડા બનાવતા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

મેરઠમાં સાબુની ફેક્ટરીમાં પ્રંચડ ધડાકો
મેરઠમાં સાબુની ફેક્ટરીમાં પ્રંચડ ધડાકો

CMએ લીધી દૂર્ઘટનાની નોંધ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મેરઠમાં થયેલી આ દુર્ઘટનાની નોંધ લીધી છે અને મૃતકોના પરિવારદજનો પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને તમામને સારી સારવાર મળે તેવા આદેશ આપ્યાં છે સાથે જ ઈજાગ્રસ્તોના વહેલા સ્વસ્થ થવાની કામના કરી છે.

  1. Atiq Aehmad Case: અતિકનું આવું હતું અતિત, પ્રજા સેવકમાંથી બની ગયો શેતાન
  2. Uttar Pradesh: કેન નદીમાં બોટ પલટી અને 8 લોકો ડૂબવા લાગ્યા, જુઓ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.