ETV Bharat / assembly-elections

અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલ ખાતે 5 ડિસેમ્બરે PM મોદી કરશે મતદાન

author img

By

Published : Dec 3, 2022, 10:13 AM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં યોજાવાની હતી. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પૃર્ણ (First phase voting complete) થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન (Second phase voting) 5મી ડિસેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં મતદાન (pm Modi will vote at ranip Nishan school) કરવા આવશે.

અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલ ખાતે 5 ડિસેમ્બરે PM મોદી કરશે મતદાન
અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલ ખાતે 5 ડિસેમ્બરે PM મોદી કરશે મતદાન

હૈદરાબાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં યોજાવાની હતી. માં પ્રથમ તબક્કાનું મતદાન પૃર્ણ (First phase voting complete) થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન (Second phase voting) 5મી ડિસેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં મતદાન (pm Modi will vote at ranip Nishan school) કરવા આવશે. નરેન્દ્ર મોદીના મતદાનને લઈ તંત્રની સૂચક તૈયારીઓ શરુ થઈ ગઈ છે. લોકશાહીના પર્વમાં મતાધિકાર માટે PM નરેન્દ્ર મોદી આવશે. સાબરમતી વિધાનસભા બેઠકના PM મોદી મતદાર છે.

સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે PM મોદી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં મધ્ય તેમજ ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે આ લોકશાહીના પર્વમાં અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠક પર મતાધિકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. PM મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે.

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન સંપન્ન થયું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. મતદાનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. આ પછી અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આ રોડ શો નરોડાથી શરૂ થયો હતો અને ચાંદખેડા સમાપ્ત થયો હતો. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે વડાપ્રધાનનો રોડ શો રૂટ નક્કી કરાયો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.