ETV Bharat / assembly-elections

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિજય

author img

By

Published : Dec 6, 2022, 1:55 PM IST

Updated : Dec 8, 2022, 2:10 PM IST

ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો(alpesh thakor bjp win gandhinagar south) વિજય થયો છે.ગાંધીનગર દક્ષિણ પર ભાજપના અલ્પેશ ઠાકોર આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક (Gandhinagar South Assembly seat)પર બીજા તબક્કામાં મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ગાંધીનગર દક્ષિણ બેઠક પર 62.2 ટકા જેટલું મતદાન થયું છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર પૂર્વ કોંગ્રેસી અને હાલ ભાજપના ચર્ચાસ્પદ નેતા અલ્પેશ ઠાકોર(alpesh thakor win or lose) મેદાને છે. જો કે કોંગ્રેસમાંથી પણ હિમાંશુ પટેલ (Dr Himanshu Patel Congress candidate win or lose) ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો.

ગાંધીનગર દક્ષિણ પર લોકોની નજર
gujarat-election-2022-big-fight-for-gandhinagar-south-assembly-constituency-alpesh-thakor-bjp-candidate

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો(alpesh thakor bjp win gandhinagar south) વિજય થયો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પુત્રં થઇ ચૂક્યું છે. ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકએ (Gandhinagar South Assembly seat) ભાજપ માટે સુરક્ષિત બેઠક ગણવામાં આવે છે. તેમ છતાં આ વખતે ફરી આ બેઠક ભાજપ કબ્જે કરવા માટે મહેનત કરતી જોવા મળી હતી. ત્યારે ભાજપે અલ્પેશ ઠાકોર(alpesh thakor win or lose), કોંગ્રેસે ડૉ. હિમાંશુ પટેલ (Dr Himanshu Patel Congress candidate) અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને (Dolat Patel AAP Candidate) વચ્ચે જંગ જામ્યો હતો.ગાંધીનગર દક્ષિણ બેઠક પર 62.2 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે આ મતદાન કોના તરફી થયું છે તે જોવાનું રહ્યું.

બેઠકનું મહત્વ: ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકની (Gandhinagar South Assembly Constituency) ચર્ચા કરવા જોઈએ તો, આ બેઠક વર્ષ 1967થી ભાજપે 5 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, જ્યારે કોંગ્રેસે માત્ર 4 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, પરતું આ બેઠક ભૂતકાળના રાજકીય પક્ષોએ એક એક વખત શાસન કર્યું છે. ભાજપના અલ્પેશ ઠાકોરે આ બેઠક પર ઉમેદવારી નોંધાવતા શરૂઆતમાં વિરોધના સુર ઉપડ્યા હતા જો કે ત્યારબાદ કોઈ વિવાદ સામે આવ્યો નથી

ગાંધીનગર દક્ષિણ બેઠક પર મતદાન: ગાંધીનગર દક્ષિણ બેઠક(gandhinagar assembly sear result) પર આ વખતે 62.2 ટકા જેટલું મતદાન થયું છે. 2017ની વાત કરીએ તો 71.4 ટકા જેટલું મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.2 ટકા જેટલું મતદાન થયું હતું. 2017 વિધાનસભા ચૂંટણી વખતે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઠાકોર શંભુજીનો(shambhuji thakor bjp candidate) વિજય થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી ઠાકોરને (govindji thakor congress candidate) હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં ભાજપના ઠાકોર શંભુજી 1,07,480 જેટલા મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ગોવિંદજી ઠાકોરને 95,942 જેટલા મત મળ્યા હતા. ભાજપે આ બેઠક 11,538 જેટલા મતના માર્જીનથી પોતાન નામે (gandhinagar assembly sear result) કરી હતી.

કાંટાની ટક્કર: 2022 વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર ખુબ રસપ્રદ જંગ જામ્યો હતો. ભાજપે આ બેઠક પરથી ચર્ચાસ્પદ ચહેરા એવા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. તેથી આ બેઠક પર ભાજપની સાખ દાવ પર લાગી છે. અલ્પેશ ઠાકોર(alpesh thakor win or lose)'ઠાકોર સમાજના' પ્રતિનિધિ છે. ભાજપે ગાંધીનગર દક્ષિણની બેઠક પર (Gandhinagar South Assembly Constituency) ઉમેદવાર તેમના નામની જાહેરાત બાદ વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે આ બેઠક પરથી જુના કોંગ્રેસી નેતા એવા હિમાંશુ પટેલને મેદાને ઉતાર્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જંગમાં ઉતરી છે ત્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ સ્થાનિક નેતા દોલત પટેલને (Dolat Patel AAP Candidate) ટિકીટ આપી હતી.

જ્ઞાતિ સમીકરણ: ગાંધીનગર દક્ષિણ બેઠકની (Gandhinagar South Assembly Constituency) ના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર 60,000 ઠાકોર, 50,000 પટેલ, 20,000 ક્ષત્રિય, 20,000 મુસ્લિમ અને 20,000 દલિત મતદારો છે. એટલે કે આ બેઠક પર ઠાકોર અને પટેલ સમુદાયનું પ્રભુત્વ રહેલું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પટેલ જ્ઞાતિના ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા.

Last Updated : Dec 8, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.