રાયપુર પોલીસે હાઇટેક ચોર ટોળકીનો કર્યો પર્દાફાશ, આરોપીઓ ઓડિશા અને એમપીમાંથી ઝડપાયા - raipur gang got exposed

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 12:14 PM IST

thumbnail
રાયપુર પોલીસે હાઇટેક ચોર ટોળકીનો કર્યો પર્દાફાશ (Etv Bharat)

રાયપુર: રાયપુર પોલીસે ચોરોની એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જેમણે ચોરીનો સામાન છુપાવવા માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ટોળકીના સભ્યોએ ચોરીનો માલ છુપાવવા માટે ઘરમાં જ સુરંગ બનાવી હતી. જેમાં તેઓ ચોરીનો સામાન છુપાવતા હતા. અને પછી જ્યારે તેને સમય મળતો ત્યારે ચોરીના સામાનને બજારમાં વહેંચી નાખતા હતા. 

ચોરી અને લૂંટના અનેક કિસ્સાનો પર્દાફાશઃ રાયપુરના આઈજી અમરેશ મિશ્રાએ ચોરીના કુલ આઠ કેસનો પર્દાફાશ કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી ત્રણ આરોપીઓ આંતરરાજ્યના છે. પોલીસે ધરપકડ કરાયેલા ચોરો પાસેથી રૂ. 9 લાખની રોકડ સાથે હીરા અને સોનાના દાગીના જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂ. 60 લાખનો માલ કબજે કર્યો છે.

આરોપીઓ લાંબા સમયથી હતા ફરાર: ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુનિલ સોની અને લક્ષ્મણ છુરાનો સમાવેશ થયો છે. જે વર્ષ 2023થી ફરાર છે. તેની સામે 12થી વધુ કેસ નોંધાયેલા છે. આઈજી અમરેશ મિશ્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, બંને આરોપીઓએ ચોરીનો સામાન છુપાવવા માટે પોતાના ઘરમાં સુરંગ બનાવી હતી. આ બંને આરોપીઓની ધરપકડ  ઓડિશામાંથી કરવામાં આવી છે.

"ચોરીના આ આરોપીઓને પકડવા માટે, રાયપુર પોલીસે હજારો સીસીટીવી કેમેરા સ્કેન કરવા પડ્યા હતા. માહિતી આપનાર પાસેથી વિગતો મળતાં, આરોપીઓને પકડવા માટે બે ટીમો બનાવવામાં આવી હતી. એક ટીમને મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. જયારે બીજી ટીમને ઓડિશા મોકલવામાં આવી હતી. અને ત્યારબાદ કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.": અમરેશ મિશ્રા, આઈજી

અન્ય એક આરોપી ઝડપાયો:  આ ઉપરાંત રાયપુર પોલીસે એમપીમાંથી અન્ય એક ચોરની ધરપકડ કરી છે. તેનું નામ સંજય ચૌરસિયા છે અને તે સાગરનો રહેવાસી છે. જેની સામે બળાત્કારના 6થી વધુ કેસ નોંધાયેલા છે.

  1. લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં બિહારની 5 બેઠકો પર મતદાન - LOK SABHA ELECTION 2024
  2. લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં બિહારની 5 બેઠકો પર મતદાન - LOK SABHA ELECTION 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.