ETV Bharat / state

Valentine Day 2024: જૂનાગઢના વેપારીઓએ પ્રેમના પર્વ નિમિત્તે ગુલાબનો સ્ટોક કર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 7:45 PM IST

વેલેન્ટાઈન ડે પર ગુલાબના ફુલોની વિશેષ માંગ જોવા મળે છે. ગત વર્ષોની સરખામણીએ જૂનાગઢમાં પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડે પર ગુલાબની માંગ વધી રહી છે. ફુલોના વેપારીઓએ આ વર્ષે વેલેન્ટાઈન ડે નિમિત્તે ફુલોનો સ્ટોક કર્યો છે. ખાસ કરીને ગુલાબના ફુલોને પૂરતી માત્રામાં વેપારીઓ લાવ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Valentine Day 2024

જૂનાગઢના વેપારીઓએ પ્રેમના પર્વ નિમિત્તે ગુલાબનો સ્ટોક કર્યો
જૂનાગઢના વેપારીઓએ પ્રેમના પર્વ નિમિત્તે ગુલાબનો સ્ટોક કર્યો

છેલ્લા કેટલાક વર્ષોમાં વેલેન્ટાઈ ડે પર ગુલાબની ખરીદી વધી છે

જૂનાગઢઃ યુવાન હૈયાઓ માટે તો વેલેન્ટાઈન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનું પર્વ. આખુ વર્ષ જુવાનિયાઓ આ દિવસની આતૂરતાપૂર્વક રાહ જૂએ છે. આ દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાની પ્રીતિપાત્ર વ્યક્તિને ગુલાબનું ફૂલ આપી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. આવી ઉજવણી જૂનાગઢમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી થતી જોવા મળે છે. આ વર્ષે ગત વર્ષોની સરખામણીમાં ફુલોના વેપારીઓએ ફુલોનો સારો એવો સ્ટોક કર્યો છે. ખાસ કરીને ગુલાબના ફુલોનો મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો છે.

માત્ર લાલ નહિ પરંતુ સફેદ ગુલાબની પણ ડિમાન્ડ
માત્ર લાલ નહિ પરંતુ સફેદ ગુલાબની પણ ડિમાન્ડ

મહારાષ્ટ્રથી લવાય છે ગુલાબઃ વેલેન્ટાઈન ડે નિમિત્તે ઈંગ્લિશ ગુલાબની વિશેષ માંગ જોવા મળે છે. આ દિવસે ઈંગ્લિશ ગુલાબની ખરીદી માટે ગ્રાહકો પણ ખૂબ જ પડાપડી કરે છે. તેથી જૂનાગઢમાં ફુલોના વેપારીઓ મુખ્યત્વે પુના અને મુંબઈથી ઈંગ્લિશ ગુલાબ ખાસ વેલેન્ટાઈન દિવસના પર્વને ધ્યાને રાખીને મંગાવે છે. દર વર્ષે ઈંગ્લિશ ગુલાબના પ્રતિ એક નંગની કિંમતમાં 20 થી લઈને 30 ટકા સુધીનો વધારો પણ જોવા મળે છે. જો કે આ ભાવ વધારો યુવા હૈયાઓની પ્રેમની અભિવ્યક્તિના આડે આવતો નથી. આ વર્ષે લાલ અને અન્ય રંગબેરંગી ગુલાબો પ્રતિ એક નંગના 30થી 40 રૂપિયા સુધીના બજાર ભાવો પર વેચાઈ રહ્યા છે.

પૂના અને મહારાષ્ટ્રથી ગુલાબ મંગાવાય છે
પૂના અને મહારાષ્ટ્રથી ગુલાબ મંગાવાય છે

પાછલા વર્ષોની સરખામણી છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢમાં વેલેન્ટાઈન ડે પર રંગબેરંગી ગુલાબની ખરીદી યુવાન લોકોમાં વિશેષ જોવા મળી રહી છે. જેને ધ્યાને રાખીને તેઓ ખાસ મુંબઈ અને પુનાથી વેલેન્ટાઈન ડે માટે અમે ગુલાબ મંગાવ્યા છે. વેલેન્ટાઈન ડેના દિવસે ફુલોના વેપારીઓને સારો એવો વેપાર થાય છે...કમલેશ માળી (ફૂલોના વેપારી, જૂનાગઢ)

  1. Valentine Day 2024: છીંદવાડાના અંધ શિક્ષકની વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમની અનોખી અભિવ્યક્તિ
  2. Ahmedabad Crime:વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને છેડો ફાડ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.