ETV Bharat / state

Ahmedabad Crime:વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને છેડો ફાડ્યો

author img

By

Published : Feb 15, 2023, 2:26 PM IST

Ahmedabad Crime : યુવતીને વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને સંબંધ તોડી નાખ્યા
Ahmedabad Crime : યુવતીને વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને સંબંધ તોડી નાખ્યા

અમદાવાદના વાડજમાં પ્રેમ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે. પ્રેમ સંબંધ બનાવીને વેલેન્ટાઇન ડેના રોજ આરોપીએ સગાઈ કરી અને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી નાખ્યા હતા. જેને લઈને યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વેલેન્ટાઈન ડેના દિવસે સગાઈ કરીને મંગેતરે સંબંધો બાંધી અને પછી

અમદાવાદ : વેલેન્ટાઈન ડે પ્રેમીઓ માટે ખૂબ અગત્યનો દિવસ હોય છે તેવું માનવામાં આવે છે, પરંતુ એક યુવતી માટે આ દિવસ હવે સજા બન્યો છે, કારણ કે તેના પ્રેમીએ પ્રેમના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તરછોડી દીધી છે. વાડજની એક યુવતીએ તેના પ્રેમી કૃપલ રાવલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવીને 14 ફેબ્રુઆરી 2022માં સગાઈ કરી હતી. લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્નનો કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી યુવતીએ દગાબાજ પ્રેમી વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત

કેવી રીતે સંપર્કમાં આવ્યા યુવક યુવતી : 3 વર્ષ પહેલાં યુવતી સેટેલાઇટ વિસ્તારમાં નોકરી કરતી હતી, ત્યારે એક મિત્ર દ્વારા યુવતી આરોપી કૃપલ રાવલના સંપર્કમાં આવી હતી. યુવતીને ઘરે મુકવાની મદદ કરવાના બહાને આરોપી કૃપલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલા મિત્રતા કરી બાદમાં બાઈક પર ઘરે લેવા મુકવા આવીને પ્રેમમાં ફસાવી અને યુવતી આરોપીના પ્રેમમાં એટલી અંધ થઈ ગઈ કે એક વર્ષ પહેલા પરિવારને પ્રેમી વિશે જાણ કરી. પરિવારે વેલેન્ટાઈન દિવસે બંનેની સગાઈ કરાવી. આરોપી સગાઈનો લાભ લઈને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો, પરંતુ જ્યારે લગ્ન કરવાની યુવતીએ વાત કરી તો તેને લગ્નનો ઇન્કાર કરીને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

આરોપી કૃપલ રાવલ ઘરેથી નાસી ગયો : જેથી યુવતીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપી કૃપલ રાવલ ઘરેથી નાસી ગયો છે. તેથી વાડજ પોલીસે યુવતીનું મેડિકલ તપાસ કરાવીને આરોપીની ધરપકડને લઇને તજવીજ શરૂ કરી છે. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI સી.જી જોશીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની તજવીજ તેજ કરી છે. આરોપીના પકડાયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.