ETV Bharat / state

Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

author img

By

Published : Feb 6, 2023, 7:39 PM IST

Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ
Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

અમદાવાદના નિકોલમાં લગ્નની લાલચે (Lure of Marriage )સગીરા પર દુષ્કર્મનો કેસ (Rape Case of Minor Girl in Ahmedabad )સામે આવ્યો છે. સગીરા પર દુષ્કર્મના કારણે ગર્ભ રહ્યો હતો જેનો ગર્ભપાત પણ કરાવાયો હતો. અંતે આરોપી યુવકે લગ્નનો ઇનકાર (Ahmedabad Crime )કર્યો હતો. નિકોલ પોલીસે આરોપી યુવકની ઘરપકડ (Nikol Police Arrest Accused ) કરી છે.

આકાશ રાજપુત નામના યુવકની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ : અમદાવાદના નિકોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં યુવકે સગીરાને મિત્રતા કરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી થઈ હતી અને આરોપીએ તેને ગર્ભપાત કરાવ્યું હતું, જે બાદ પણ અંતે સગીરા સાથે લગ્નનો ઇનકાર કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

દુષ્કર્મ, ગર્ભપાત અને ઇનકાર : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. આ મામલે નિકોલમાં આવેલા ચાર માળિયામાં રહેતા આકાશ રાજપુત નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આશરે 6 મહિના પહેલા સગીરા આરોપીના સંપર્કમાં આવી હતી અને આરોપીએ તેની સાથે મિત્રતા કરી તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો, જે બાબતની જાણ તેણે આરોપીને કરતા આરોપીએ તેને ગર્ભપાત કરાવવાનું કહીને ગર્ભપાત કરાવ્યો હતો. પોતે સગીરા સાથે ગર્ભપાત બાદ લગ્ન કરી લેશે તે પ્રકારનો વાયદો કર્યો હતો.

આ પણ વાંચો રામોલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવનાર 52 વર્ષીય આધેડની ધરપકડ

આરોપી યુવકની ધરપકડ : આશરે 4 થી 5 મહિના સુધી આરોપીએ સગીરાને પોતાની ખોટી વાતોમાં ફેરવીને અંતે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે આ મામલે સગીરાના પરિવારજનોને જાણ થતા સગીરાની પૂછપરછ કરતા સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. આ ઘટના સંદર્ભે અંતે નિકોલ પોલીસ સ્ટેશનમાં આરોપી આકાશ રાજપુત સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

આરોપી ગેરેજમાં નોકરી કરતો : આ મામલે ઝડપાયેલો આરોપી ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હોવાનો અને અગાઉ ગેરેજમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે નિકોલ પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવીને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Rape Crime in Ahmedabad : પરણિત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

આરોપીને કોર્ટમાં રજૂ કરાશે : આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી જાટે જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ સગીરાનું પણ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.