ETV Bharat / city

Rape Crime in Ahmedabad : પરણિત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Mar 14, 2022, 7:57 PM IST

અમદાવાદના ઘાટલોડિયામાં સગીરા સાથે પરિણીત શખ્સે દુષ્કર્મ (Rape Crime in Ahmedabad )આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ (Ahmedabad Police Arrested Rape Accused)થઈ ગઇ છે. તેની સામે પોકસો (POCSO Case)હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Rape Crime in Ahmedabad : પરણિત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું
Rape Crime in Ahmedabad : પરણિત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી અનેક જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

અમદાવાદઃ અમદાવાદના પરિણીત યુવકને સગીરા સાથે પ્રેમના સોદા કરવા ભારે પડ્યાં હતાં..અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમી યુવકે દુષ્કર્મ (Rape Crime in Ahmedabad )આચર્યું. જેમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી પોતે પરિણીત હોવા છતાં યુવતીને ભગાડી લઈ જઈ અનેક જગ્યાઓએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આરોપી સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે

સગીરાની માતાએ નોંધાવી ફરિયાદ - અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની (Rape Crime in Ahmedabad )ઘટના બની છે. સગીરાની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી. સગીરાને તેના વિસ્તારમાં જ રહેતા 26 વર્ષીય દિનેશ ઉર્ફે વિસ્કી મરાઠી સાથે ગત ઓક્ટોબર મહિનામાં મિત્રતા થઈ હતી. જે બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અમદાવાદનાં ગુરુકુળ વિસ્તારની હોટલમાં તેમજ પોતાનાં ઘરે તેમજ ફ્લેટનાં ધાબા પર લઈ જઈ મરજી વિરુધ્ધ અવારનવાર દુષ્કર્મ (Ahmedabad Minor Girl Raped)આચર્યુ હતું.

આ પણ વાંચોઃ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય નરાધમને ઝડપી પાડતી પોરબંદર પોલીસ

પરિણીત યુવક ભગાડીને લઇ ગયો ચોટીલા - 11મી માર્ચનાં રોજ આરોપી સગીરાને લગ્નની લાલચ (Rape Crime in Ahmedabad )આપી ભગાડી ચોટીલા લઈ ગયો હતો અને બીજા દિવસે બન્ને ચોટીલાથી પરત અમદાવાદ આવ્યા હતાં.જોકે તેઓ સુભાષબ્રિજ પાસેથી મળી આવતા મામલો રાણીપ પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યારબાદ મામલો ઘાટલોડિયા પોલીસ પાસે આવતા પોલીસે પોકસો મુજબ ગુનો નોંધી આરોપી દિનેશ મરાઠીની ધરપકડ (Ahmedabad Police Arrested Rape Accused)કરી છે. સગીરાને મેડિકલ માટે મોકલી પોક્સો હેઠળ(POCSO Case) આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પત્ની જતી રહી છે - આ મામલે (Rape Crime in Ahmedabad ) પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પોતે પરિણીત હોવાનું ખુલ્યું છે. જોકે આરોપીની પત્ની થોડા સમય પહેલા જ તેને છોડીને જતી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Misdemeanor incident in Surat: 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.