ETV Bharat / state

Surat: ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થનાર IOCની પાઇપલાઇનમાંથી 20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 10:22 AM IST

20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી
20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી

રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થનાર ઇન્ડિયન ઓઇલ કંપનીની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરનાર બે લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી આજ દિન સુધી આરોપીઓએ 21થી પણ વધુ સ્થળોએ ઇન્ડિયન ઓઇલ કંપનીની લાઈનમાંથી ક્રૂડ ચોરી કરી છે.

20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી

સુરત: માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના પણ અલગ અલગ વિસ્તારોમાં પસાર થનાર ઇન્ડિયન ઓઇલ કંપનીની લાઈનમાં પંચર પાડી કરોડો રૂપિયાની કિંમતનું ક્રૂડ ઓઇલ ચોરી કરનાર આરોપી પ્રશાંત ઉર્ફે પંકજ અમૃત વાઘેલાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પ્રશાંત પોતાના સાગરીત સમીર ખાન સાથે મળીને આયોસીની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલમાંથી ચોરી કરતો હતો.

કરોડો રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી: આરોપીઓ રાજસ્થાન અને ગુજરાતના સિધ્ધપુર, પાટણ, લખતર, સુરેન્દ્રનગર, મહેસાણા, બાલીસણા, અમદાવાદ, દાહોદ, કડી જેવા શહેરોમાંથી પસાર થનાર પાઇપલાઇન માંથી લગભગ 20 કરોડ રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરી છે. આ લોકો કરોડો રૂપિયાના ક્રૂડ ઓઇલની ચોરી કરી ચૂક્યા છે. ક્રૂડ ઓઇલની ચોરી કરવા માટે આ બંને આરોપીઓ આવા વરુ જગ્યાએ અથવા તો ખેતરમાંથી પસાર થનાર પાઇપલાઇનમાં ઊંડો ખાડો ખોદતા અને ત્યારબાદ વેલ્ડીંગ જેવા સાધનો લઈ તેમાં પંચર પાડીને ટેન્કરમાં ક્રૂડ ઓઇલ ભરી દેતા હતા.

બંને આરોપીઓ ગામના ખેતરમાંથી પસાર થનાર IOCની પાઇપલાઇનમાંથી ચોરી કરતા હતા. સૌથી પહેલા તેઓ પાઇપ લાઇનમાં ભંગાર પાડતા અને ત્યારબાદ ઓઇલ ચોરી કરતા હતા. ઓઇલને તેઓ ચોરી કરી ટેન્કરોમાં ભરી દેતા હતા અને ત્યારબાદ તેને સગેવગે કરતા હતા. ગુજરાત સાથે તેઓએ રાજસ્થાન ખાતે આવેલા બ્યાવર જિલ્લા રામગઢ સેધાટન ખાતે પણ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે અને આ અંગે તેઓએ કબુલાત પણ કરી છે. - શરદ સિંઘલ ( એડિશનલ પોલીસ કમિશનર સુરત)

21 સ્થળે ચોરીની ઘટનાને અંજામ: સાથે તેઓએ જણાવ્યું હતું કે, આરોપી પંકજ સામે 21 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે તેણે કબુલાત કરી છે કે આજ દિન સુધી તેને ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ 21 સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યા છે. ચોરી કરવા માટે તેઓ તમામ સાધનો લઈને જતા હતા ખાસ કરીને રાત્રી દરમિયાન તેઓ પાઇપલાઇનમાં વોલ ફીટ કરી ટેન્કરમાં ક્રૂડ ઓઇલ પાસ કરતા હતા પોતાની પાસે ડ્રિલ મશીન, કટર, વેલ્ડીંગ સહિતના સાધનો રાખતા હતા.

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ચાર ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

India Road accident : ભારતના માર્ગ બન્યા લોહિયાળ, દર ત્રણ મિનિટે એક મોત, જાણો કેવી રીતે નિયંત્રિત કરી શકાશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.