ETV Bharat / bharat

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક JEE ADVANCED : એક જ વાત નક્કી છે, કંઈ જ નક્કી નથી - JEE ADVANCED 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 1:15 PM IST

દર વર્ષે JEE ADVANCED પરીક્ષામાં સતત ફેરફાર થયા છે. જેમાં પરીક્ષા પેટર્ન, માર્કિંગ સ્કીમ અને વ્યક્તિગત વિષયના કટઓફમાં ફેરફારનો સમાવેશ થાય છે. એજ્યુકેશન એક્સપર્ટ દેવ શર્માએ જણાવ્યું કે, JEE મેઈન અને NEET UG એન્ટ્રન્સ પરીક્ષાની જેમ JEE એડવાન્સ્ડ એન્ટ્રન્સ એક્ઝામની પેટર્ન અગાઉ જાહેર કરવામાં આવતી નથી. આ અહેવાલમાં જાણો વ્યક્તિગત વિષયના કટ ઓફનો નિયમ, પૂર્ણાંક અને પ્રશ્નોની સંખ્યાની પેટર્ન...JEE ADVANCED

વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા JEE ADVANCED
વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા JEE ADVANCED (ETV Bharat Desk)

રાજસ્થાન : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં (IIT) પ્રવેશ માટે દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડવાન્સ્ડ (JEE ADVANCED) લેવામાં આવે છે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેઇનમાં (JEE MAIN) ક્વોલિફાય થયેલા ઉમેદવારો આ પરીક્ષા આપે છે. પરંતુ દર વર્ષે JEE એડવાન્સ્ડમાં કેટલાક ફેરફારો થાય છે, જેમાં પરીક્ષા પેટર્ન અને માર્કિંગ સ્કીમમાં ફેરફારથી લઈને વ્યક્તિગત વિષયના કટ ઓફ સુધીના નિયમો લાગુ થાય છે. ઉપરાંત તેની ઓર્ગેનાઈજિંગ એજન્સી પણ દર વર્ષે નવી IIT હોય છે. તેથી જ આ પરીક્ષાને વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. આ પરીક્ષાના ઈતિહાસમાં આજ સુધી કોઈ ઉમેદવાર પરફેક્ટ સ્કોર કરી શક્યો નથી.

એક્ઝામ પેટર્નમાં સતત બદલાવ : શિક્ષણ નિષ્ણાંત દેવ શર્માએ જણાવ્યું હતું કે, JEE એડવાન્સ્ડ પ્રવેશ પરીક્ષાની પેટર્ન JEE મેઈન્સ અને NEET UG પ્રવેશ પરીક્ષાની જેમ અગાઉથી જાહેર કરવામાં આવતી નથી. આ પરીક્ષાની સૌથી મોટી વિશેષતા છે. આ પ્રવેશ પરીક્ષાની એક્ઝામ પેટર્ન દર વર્ષે બદલાય છે. પાછલા વર્ષોના પ્રશ્નો અહીં પુનરાવર્તિત થતા નથી. હકીકત અને સૂત્ર આધારિત પ્રશ્નો પણ અહીં પૂછવામાં આવતા નથી. પરીક્ષામાં હંમેશા ક્રિટિકલ થિંકિંગ પર આધારિત બહુ-સંકલ્પનાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે. આ કારણોસર આજ સુધી કોઈ ઉમેદવાર આ પરીક્ષામાં 100 ટકા માર્ક મેળવી શક્યો નથી. JEE એડવાન્સ 2024 ની પરીક્ષા પેટર્નને લઈને ઘણી અટકળો કરવામાં આવી રહી છે. પ્રશ્નોની સંખ્યા, માર્કિંગ પેટર્ન, નેગેટિવ માર્કિગ અને પૂર્ણાંકો અંગે નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે.

પૂર્ણાંક બદલાયા નથી, પ્રશ્નો ઓછા થયા : દેવ શર્માએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષ 2021, 2022 અને 2023 માં JEE એડવાન્સ પ્રશ્નપત્રના પૂર્ણાંક ગુણ 360 રહ્યા હતા. પરંતુ પ્રશ્નોની સંખ્યા અને પરીક્ષા પેટર્ન અલગ રહી હતી. વર્ષ 2022માં પેપર-1 અને પેપર-2માં 57-57 પ્રશ્નો હતા, એટલે કે કુલ 114 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે 2023માં પેપર-1 અને પેપર-2માં 54-54 પ્રશ્નો હતા, એટલે કે 108 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જોકે, અગાઉ વર્ષ 2020માં 396 માર્ક અને વર્ષ 2019માં 372 માર્કસનું પ્રશ્નપત્ર હતું.

ગત પાંચ વર્ષના પરિણામ
ગત પાંચ વર્ષના પરિણામ (ETV Bharat Desk)

ઈન્ડિવિજ્યુઅલ વિષય કટ ઓફ નિયમ : JEE એડવાન્સ્ડમાં પણ ઈન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ કટ ઓફનો નિયમ લાગુ પડે છે. જેના માટે ઉમેદવારે JEE Main ની માનસિકતામાંથી બહાર આવવું પડશે, ત્યાં એવો કોઈ નિયમ નહોતો. જ્યારે આમાં જો વિદ્યાર્થી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના કોઈપણ એક વિષયમાં ઈન્ડિવિજ્યુઅલ વિષયના કટઓફ કરતા ઓછા ગુણ મેળવે તો તેને નાપાસ જાહેર કરવામાં આવશે. ઈન્ડિવિજ્યુઅલ વિષયના કટ ઓફ ક્લિયર કર્યા પછી જ ઉમેદવારની સફળતા કે નિષ્ફળતા એગ્રીગેટ કટ ઓફના આધારે નક્કી કરવામાં આવશે.

ઈન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ કટ ઓફ એટલે શું ? દેવ શર્માએ જણાવ્યું કે, આ નિયમ અનુસાર ઉમેદવારને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના દરેક વિષયમાં 10 ટકાથી વધુ ગુણ હોવા જોઈએ, જ્યારે ત્રણેય વિષયોમાં મળીને 35 ટકાથી વધુ ગુણ હોવા જોઈએ. સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે વિષય મુજબ 10% અને એકંદરે 35% કટઓફ જરૂરી છે. EWS અને OBC માટે કટઓફ 9 અને 31.5 ટકા છે, જ્યારે SC, ST અને PWD ઉમેદવારો માટે કટઓફ માત્ર 5 અને 17.5 ટકા છે.

કેવી રીતે થશો ક્વોલિફાય : દેવ શર્માએ કહ્યું કે, વર્ષ 2022 માં JEE પરીક્ષામાં 1.6 લાખ ઉમેદવારો હતા. જ્યારે 2023માં 1.89 લાખ અને આ વર્ષે 2024માં 1.91 લાખ ઉમેદવાર છે. જ્યારે JEE મેઈનના ટોપ 2.5 લાખ વિદ્યાર્થીઓ એડવાન્સ માટે ક્વોલિફાય થયા હતા. JEE Main માટે પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા 10 થી 14 લાખની વચ્ચે છે. તેથી ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા પછી જ એડવાન્સ માટે ક્વોલિફાય થાય છે.

  1. Surat News : JEE Advanced 2023નું રિઝલ્ટ જાહેર, સુરતના જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24મો રેન્ક મેળવ્યો
  2. IIT Madras JEE Advanced 2024 Online Applications Start - Apply Now - JEE MAIN 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.