ETV Bharat / bharat

સ્વાતિ માલીવાલને મળ્યું નિર્ભયાની માતાનું સમર્થન, કરી ન્યાય માટે અપીલ - Nirbhaya Mother on Swati maliwal

author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 1:39 PM IST

સ્વાતિ માલિવાલ કેસમાં એક નવી બાબત સામે આવી છે, જ્યાં નિર્ભયાની માતા આશા દેવીએ પોતાનો સમર્થન દર્શાવતો વિડીયો બહાર પડ્યો છે. જેમાં તેમણે સ્વાતિ માલિવાલને ન્યાય મળે તેવી અપીલ કરી છે. શું કહ્યું છે તેમણે આ વીડિયોમાં જાણો આ અહેવાલમાં. Nirbhaya Mother On Swati Maliwal

સ્વાતિ માલીવાલને મળ્યું નિર્ભયાની માતાનું સમર્થન, કરી ન્યાય માટે અપીલ
સ્વાતિ માલીવાલને મળ્યું નિર્ભયાની માતાનું સમર્થન, કરી ન્યાય માટે અપીલ (Etv Bharat)

નવી દિલ્હીઃ સ્વાતિ માલિવાલના કેસ બાબતે હવે નિર્ભયાની માતા આશા દેવીએ તેમનો સમર્થન દર્શાવતો એક વીડિયો બનાવ્યો છે ન્યાયની માંગણી કરી છે. નિર્ભયાની માતાએ બનાવેલ વિડિઓમાં તેમને કહ્યું કે, "દિલ્હીના મુખ્યમંત્રીએ આ મુદ્દે જે પણ ખોટું થઇ રહ્યું છે તેના સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે સ્વાતિ માલીવાલ ઘણા વર્ષોથી મહિલાઓના ન્યાય માટે લડી રહી છે."

પુત્ર તરીકેની ફરજ બજાવવી જોઈએ: તેમણે આગળ જણાવતા કહ્યું કે, "સીએમ એ કાર્યવાહી કરવી જોઈએ અને સમગ્ર જનતાને તેમના ઉપર વિશ્વાસ છે. અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલને સમર્થન આપવું જોઈએ." તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાને દિલ્હીના પુત્ર, દિલ્હીના ભાઈ તરીકે ઓળખાવે છે, તેથી તેમણે ભાઈ, પુત્ર તરીકેની ફરજ જરૂરથી બજાવવી જોઈએ.

બીજેપી એજન્ટ તરીકે ગણાવશે: નિર્ભયાની માતાનોનો આ વિડિઓ જોતા સ્વાતિ માલીવાલે તેના પર પ્રતિક્રિયા આપતા એક્સ હેન્ડલ પર લખ્યું કે, “નિર્ભયાની માતાએ આપણા દેશમાં ન્યાય માટે લાંબી લડાઈ લડી છે. બાળ બળાત્કારીને સજા અપાવવા માટે હું ઉપવાસ પર હતો ત્યારે પણ તેણે મને સાથ આપ્યો. આજે જ્યારે તેણે મારા સમર્થનમાં આ વીડિયો બનાવ્યો ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ છું. પરંતુ હવે કેટલાક નેતાઓ મને સમર્થન કરવા માટે તેમને પણ બીજેપી એજન્ટ તરીકે ગણાવશે.

વાસ્તવમાં મામલો એ છે કે: તો આ કેસમાં વાત આગળ એમ છે કે, દિલ્હી પોલીસ હવે સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માતા-પિતા અને પત્નીની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં મામલો એ છે કે, 13 મેના રોજ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના પૂર્વ પીએ બિભવ કુમાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ કેજરીવાલના દિલ્હી સ્થિત ઘરે તેમને મળવા પહોંચ્યાં ત્યારે બિભવે તેમની સાથે દુર્વ્યવહાર તેમજ મારપીટ કરી હતી, જે બાદ દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અને ત્યારબાદ આ મામલો રાજનીતિક વિવાદોમાં ઘેરાયેલો છે.

  1. રાહુલ ગાંધીની 'ટેમ્પો' યાત્રા, યુવાનો સાથે ટેમ્પોમાં સવારી કરતા રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ - Rahul Gandhi in Tempo with youth
  2. RSSમાં જોડાવાની નિવૃત્ત કેન્દ્રીય અધિકારીની ઈચ્છા પર કોર્ટમાં સુનાવણી,અમિત શાહ સુધી પોહચી વાત - Govt Employee RSS Case
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.