ETV Bharat / bharat

10 રાજ્યોમાં બપોરે 1 વાગ્યા સુધી 40.32 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 3:35 PM IST

લોકસભા ચૂંટણીના ચોથા ચરણમાં આજે દેશના 9 રાજ્યો તેમ જ એક યુટીની એમ કુલ 96 બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારી સામે આવી છે તે મુજબ 40.32 ટકા મતદાન નોંધાઇ ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં રાજકીય રંજિશનો બનાવ પણ સામે આવ્યો છે.

10 રાજ્યોમાં બપોરે 1 વાગ્યા સુધી 40.32 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ
10 રાજ્યોમાં બપોરે 1 વાગ્યા સુધી 40.32 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ (Students got their hands and faces painted as part of the voting awareness campaign for the Lok Sabha Polls, in Patiala on May 8, 2024.(ANI Photo))

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાનું મતદાન નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો પર થઇ રહ્યું છે. આ સિવાય ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકો અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો માટે એક સાથે ચૂંટણી યોજાઇ રહી છે. લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં કયા રાજ્યોમાં મતદાન થશે. મતદાનનો સમય શું છે, મતદાનના દિવસે હવામાનની આગાહી શું છે અને કેટલા ઉમેદવારો અને મતદારો ભાગ લેશે.

આ બેઠકો પર મતદાન આજે આંધ્રપ્રદેશમાં તમામ 25 લોકસભા મતવિસ્તારો, બિહારમાં પાંચ, જમ્મુ અને કાશ્મીરમાં એક, ઝારખંડ અને ઓડિશામાં ચાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8, તેલંગાણામાં 17. મહારાષ્ટ્રમાં 11 અને ઉત્તર પ્રદેશમાં 13 લોકસભા સીટો માટે મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યેથી લઇ અને સાંજે 6 વાગ્યા સુધી થઇ શકશે. ો કે, મતદાન બંધ થવાનો સમય લોકસભા મતવિસ્તાર મુજબ બદલાઈ શકે છે. દરમિયાન, તેલંગાણામાં, મતદાતાઓની ભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા 17 મતવિસ્તારની કેટલીક વિધાનસભા મતવિસ્તારોમાં મતદાનનો સમય લંબાવવામાં આવ્યો છે.

ચોથા ચરણમાં ઉમેદવારોની સંખ્યા: ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 10 રાજ્યો અને UTSમાંથી 1717 ઉમેદવારો લોકસભા ચૂંટણી 2024ના તબક્કા 4માં ચૂંટણી લડશે. તબક્કા માટે લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 17 છે. તો ચૂંટણી પંચના ડેટા અનુસાર, 8.97 કરોડ પુરૂષ અને 8.73 કરોડ મહિલા મતદારો સહિત 17.70 કરોડથી વધુ મતદારો તબક્કા 4માં મતદાન કરવા માટે પાત્ર છે. 12.49 લાખ 85+ વર્ષ અને 19.99 લાખ PWD મતદારો નોંધાયેલા છે. આ મતદારો ઘરે બેસીને પણ મતદાન કરી શકશે.સવારના 9 વાગ્યા સુધીમાં 27 ટકાથી ઉપર સરેરાશ મતદાન નોંધાયું હતું.

સવારે 11 વાગ્યા સુધી મતદાનની ટકાવારી, રાજ્ય મુજબની સ્થિતિ

10 રાજ્યોમાં બપોરે 1 વાગ્યા સુધી 40.32 ટકા મતદાન

  • આંધ્ર પ્રદેશ 40.26
  • બિહાર 34.34
  • જમ્મુ અને કાશ્મીર 23.57
  • ઝારખંડ 43.80
  • મધ્ય પ્રદેશ 48.32
  • મહારાષ્ટ્ર 30.85
  • ઓડિશા 39.30
  • તેલંગાણા 40.38
  • ઉત્તર પ્રદેશ 39.68
  • પશ્ચિમ બંગાળ 51.87

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલ છે. ટીએમસીના નેતા રામ પ્રસાદ હલ્દરે કહ્યું કે સવારે 6 વાગ્યાથી આ (ભાજપ) લોકો કેન્દ્રીય દળો સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેનો વિરોધ કર્યો, મતદારોએ પણ વિરોધ કર્યો. તેઓ બહારથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના વિધાનસભ્ય લક્ષ્મણ ઘોરઈએ કહ્યું કે અમારા પોલિંગ એજન્ટોને વારંવાર દુર્ગાપુરની ટીએન સ્કૂલ સ્થિત પોલિંગ બૂથની બહાર ફેંકી દેવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીના ગુંડાઓએ બૂથ નંબર 22માંથી અલ્પના મુખર્જીને વારંવાર બૂથ નંબર 83માંથી સોમનાથ મંડલ અને બૂથ નંબર 82માંથી રાહુલ સાહનીને બહાર કાઢ્યા હતા.

અન્ય બનાવમાં પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાનમાં TMC સમર્થકોએ બર્ધમાન-દુર્ગાપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ ઘોષની કાર પર કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. જે બાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

પશ્ચિમ બંગાળનો આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો વાહ! કેવું દ્રશ્ય

  1. લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો, 96 બેઠકો પર 5 કેન્દ્રીય મંત્રીઓ સહિત કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં - Lok Sabha Election 2024 Phase 4
  2. પીએમ મોદીના કથિત સાંપ્રદાયિક ભાષણો સામે એફઆઈઆર નોંધવાની માંગ પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી - PM Modi Speech Case
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.