ETV Bharat / bharat

ચેન્નાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની મળી ધમકી, સાયબર ક્રાઈમ પોલીસ થઈ દોડતી - life threat pm narendra modi

author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 11:29 AM IST

ચેન્નાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકીભર્યો કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સાયબર ક્રાઈમ પોલીસ ચેન્નાઈના પુરસૈવકમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી કાર્યાલયમાં આવેલા એક ફોન કોલની તપાસ કરી રહી છે. જેમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. life threat pm narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((X/@narendramodi))

ચેન્નાઈઃ જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે એક વ્યક્તિએ ચેન્નાઈના પુરસૈવકમ સ્થિત નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના કંટ્રોલ રૂમનો ફોન પર સંપર્ક કર્યો અને હિન્દીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી. નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓએ આ અંગે ચેન્નાઈ પોલીસ અધિકારીઓને જાણ કરી છે. પોલીસને ધમકી આપનાર વ્યક્તિનો ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. ચેન્નાઈ સાયબર ક્રાઈમ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

કયા વિસ્તારમાંથી ધમકીભર્યા કોલ આવ્યા છે?, કયા સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે? સાયબર ક્રાઈમ પોલીસ તેને શોધવા સક્રિય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીએ વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે પોલીસ કંટ્રોલ નંબર જાહેર કર્યા હતા ત્યારે એક રહસ્યમય વ્યક્તિએ તે નંબરનો સંપર્ક કર્યો હતો અને વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.