ગુજરાત

gujarat

300 ફૂટ બોરવેલમાંથી કેવી રીતે બચાવવામાં આવ્યું બાળક, જૂઓ વીડિયો

By

Published : Jun 8, 2022, 1:46 PM IST

Updated : Jun 8, 2022, 6:52 PM IST

()
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલા વાડીની અંદર 300 ફુટ બોરમાં બાળક (Bore Child Fell In Dudapur) ખાબકવાની ઘટના બની હતી. દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ બે થી અઢી વર્ષનું શિવમ નામનો બાળક રમતા રમતા અંદાજે 300 ફુટથી વધુ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના બની હતી. બાળક શિવમના માતા રસોઈ બનાવી રહ્યા હતા, જ્યારે પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાળક રમતા રમતા ખુલ્લા બોર (Child bore in Dhrangadhra) નજીક આવતા બોરમાં પડી ગયું હતુ. બાળક બોરમાં પડ્યા બાદ અંદાજે સાડા ત્રણ કલાક બાદ ધ્રાંગધ્રા આર્મી જવાનોની ટીમ (Dhrangadhra Army Officer) દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવતા બાળકના માતા પિતા સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જૂઓ વીડિયો
Last Updated :Jun 8, 2022, 6:52 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details