ગુજરાત

gujarat

દ્વારકાનાં ન્યારા એનર્જી ખાતે પેટ્રોકેમિકલ્સ પ્લાનનું શિલાન્યાસ કરતા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

By

Published : Nov 22, 2021, 2:19 PM IST

()
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં નયારા એનર્જી દ્વારા નિર્મિત 6500 કરોડના ખર્ચે તૈયાર થયેલ પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ (Foundation stone of petrochemical project) કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીંધેલા માર્ગે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રાજ્ય ચોતરફી વિકાસ થકી આગળ ધપી રહ્યું છે. ગુજરાત સરકારની સાનુકૂળ નીતિ અને પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમાં સમગ્ર દેશમાં નંબર વન છે. આ કાર્યક્રમમાં નયારા એનર્જી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 500 હેન્ડ વોશિંગ સ્ટેશનોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.જેના ભાગરૂપે જિલ્લાના બે ગામોના સ્ટેશનોનું મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્યપ્રધાને આ તકે C.S.R. એક્ટિવિટીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details