ગુજરાત

gujarat

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ શું કહે છે સાંભળો

By

Published : Oct 29, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ ( Uniform Civil Code in Gujarat ) લાગુ કરવાની ચર્ચાઓ છે. બપોર પછી રાજ્ય સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ (Gujarat congress)ના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ( Congress MLA Himmatsinh Patel ) પોતાનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડની જે વાત ચાલી રહી છે તે ઘણા સમયથી થઈ રહી છે. ભાજપ ( BJP )જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે થઈને આ બધી નવી વાતો ઊભી કરે છે. મોંઘવારી, બેરોજગારી વચ્ચે સરકાર દ્વારા એકની એક વાતની અનેક જાહેરાત થાય છે. યુવાનોને પાંચ લાખ જગ્યા સરકારમાં ભરવાની વાતો કરે છે આજે ખેડૂતોના અનેક પ્રશ્નો છે. એટલે આવા અનેક મુદ્દાઓ એવા છે કે જ્યાં સરકારે પ્રજાલક્ષી માટે વાત કરવી જોઈએ. એ ધ્યાનને ફટકાવવા માટે આવા મુદ્દાઓ ઉભા કરે છે સિવિલ કોડ લાવી રહ્યા છો તે સારું છે પરંતુ તેનાથી સામાન્ય લોકોનો પ્રશ્નોનો કોઈ જવાબ નથી આવી રહ્યો તેનો શું ઉપાય છે.
Last Updated :Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details