ગુજરાત

gujarat

ભારતના આઈટી સેક્ટરના 30 વર્ષના ઈતિહાસનું બેસ્ટ ડોક્યૂમેન્ટેશન એટલે ' ધી મેવરિક ઈફેક્ટ', નાસ્કોમના કો ફાઉન્ડરની બૂકનું ઈન્ટરનેશનલ બઝિંગ

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 8:52 PM IST

હરિશ મહેતા

અમદાવાદઃ  નાસ્કોમના કો ફાઉન્ડર અને ફોર્મર ચેરમેન હરિશ મહેતા સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી છે. હરિશ મહેતા જણાવે છે કે આઈટી સેક્ટર 20 લાખ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રી યુકેના ડબલ ઓફ ધી પોપ્યુલેશન થાય તેટલા વ્યક્તિઓને ડિરેક્ટલી સપોર્ટ કરી રહી છે. વન હંડ્રેડ થાઉસડન્ડ્સ સ્ટાર્ટઅપને બર્થ આપતી ઈન્ડસ્ટ્રી એટલે આઈટી ઈન્ડસ્ટ્રી છે તેવું હરિશ મહેતા જણાવે છે. આ ઈન્ડસ્ટ્રીથી ભારત સોને કી ચીડિયા 2.0 બિરુદ હાંસલ કરી શકશે તેવો મત હરિશ મહેતા વ્યક્ત કરી રહ્યા છે.  જ્યારે ભારત 5 ટ્રીલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આઈટી સેક્ટર આ લક્ષ્ય હાંસલ કરવામાં મુખ્ય ઉદ્દિપકની ભૂમિકા ભજવી શકે છે. નાસ્કોમએ આઈટી સેક્ટરનું કલેક્ટિવ પ્લેટફોર્મ છે. દેશમાં આઈટી સેક્ટરની ક્રાંતિ નાસ્કોમને આભારી છે. નાસ્કોમના કો ફાઉન્ડર આપણા ગુજરાતી હરિશ મહેતા છે. તેમને દેશમાં આઈટી સેક્ટરના ગ્રોથ પર લખેલ બૂક ' ધી મેવરિક ઈફેક્ટ' લોન્ચ થઈ છે. ' ધી મેવરિક ઈફેક્ટ'  એ દેશમાં આઈટી ક્રાંતિ પર લખાયેલ પ્રથમ ઓથેન્ટિક બૂક ગણવામાં આવે છે.  આ બૂકની ઈન્ટરનેશનલ લેવલે નોંધ લેવાઈ છે. હરિશ મહેતાએ શેરબજારમાં   21 ટકા ગ્રોથ મળે તો તે રાજા ગણાય તે ઉદાહરણ આપીને જણાવ્યું કે અમારા આઈટી સેક્ટરે છેલ્લા 30 વર્ષથી સતત  30 ટકા ગ્રોથ આપ્યો છે. આ આખી સ્ટોરી ' ધી મેવરિક ઈફેક્ટ' બૂકમાં ડોક્યૂમેન્ટેડ થયેલ છે. આઈટી સેક્ટર પર એઆઈ, તેના ફ્યુચર અને તેના ઉપયોગ વિશે હરિશ મહેતાએ જણાવ્યું કે એઆઈ જાણનાર વ્યક્તિ એઆઈ ન જાણનારની જોબને રીપ્લેસ કરી શકે છે.     

ABOUT THE AUTHOR

...view details