ગુજરાત

gujarat

આપના ઉમેદવારે જનતા પાસેથી એક એક રૂપિયાના સિક્કા માંગ્યા

By

Published : Nov 16, 2022, 1:04 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ (Vadodara assembly seat) વાગી ગયો છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા એક પછી એક ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈને વડોદરા શહેરની સયાજીગંજ બેઠક પરથી આપના (Sayajiganj Assembly seat Candidate) ઉમેદવાર સ્વેજલ વ્યાસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સ્વેજલ વ્યાસે એક એક રૂપિયાના દસ હજાર સિક્કાને લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અંગે સ્વેજલ વ્યાસે (swejal vyas Sayajigunj) જણાવ્યું હતું કે, જનતા પાસેથી એક એક રૂપિયાના સિક્કા મેં માંગ્યા હતા. એક ભરોસો, વિશ્વાસ અને આશીર્વાદ રૂપે લોકોએ મને સિક્કા આપ્યા હતા. 10 હજારથી વધુ રૂપિયાના સિક્કા મને આપ્યા હતા. ત્યારે આ ડિપોઝીટ રૂપે લોકોને વિશ્વાસ અપાવ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated :Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details