ગુજરાત

gujarat

ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલી 36મી નેશનલ ગેમ્સ અંગે ઉત્સુકતા જગાવવા નીકળી રમત આનંદ યાત્રા

By

Published : Sep 22, 2022, 10:30 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

વડોદરા ગુજરાતમાં રમાનારી 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંગે લોકમાનસમાં ઉત્સુકતા જગાવવા અને લોકોને આ રાષ્ટ્રીય રમત મહોત્સવ (National Sports Festival) સાથે જોડવા આજથી ગુજરાત સરકાર અને વડોદરા મહાનગર પાલિકા (Vadodara Municipal Corporation) દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી ત્રણ દિવસના ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. તે અંતર્ગત મેયર કેયુર રોકડિયાએ સાંસદ રંજન ભટ્ટ અને મહાનુભાવો સાથે ખેલ ભાવનાને પ્રોત્સાહન આપતા 48 ફ્લોટ્સ અને સેંકડો રમતવીરો સાથે નીકળેલી અનોખી અને અભૂતપૂર્વ રમત આનંદ યાત્રાને (Game Anand Yatra) પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા દ્વારા નગરજનોમાં, ગુજરાતમાં પહેલીવાર રમાનારી 36મી નેશનલ ગેમ્સ અંગે ઉત્સુકતા જગાવવાની સાથે રમતો દ્વારા એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમાં વિવિધ ખેલ મંડળોના પદાધિકારીઓ (Office bearers of Sports Societies), શિક્ષણ સંસ્થાઓના રમતવીર વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા હતા. શહેરી માર્ગો જાણે રમતનું મેદાન બન્યા હોય યાદગાર દ્રશ્યો સર્જાયા હતા.
Last Updated :Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details