ગુજરાત

gujarat

વરસાદી પાણીમાં બોટ તણાઈને આવતા લોકોમાં આશ્ચર્ય

By

Published : Jul 11, 2022, 11:50 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

નવસારી : નવસારી જિલ્લામાં વરસાદે ધુઆધાર બેટિંગ કરતા (Rain in Navsari) સમગ્ર વિસ્તારને પાણી મગ્ન કરી નાખ્યું છે. સાથે જિલ્લાની મુખ્ય નદીઓને પણ બે કાંઠે વહેતી કરી નાખી છે. સામાન્ય દિવસોમાં શાંત રીતે વહેતી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીઓએ પોતાના વહેણમાં જે કંઈ પણ વચ્ચે આવ્યું તેને પોતાના બાનમાં લઈ લીધું હોય એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. એવું જ એક દ્રશ્ય નવસારીની પુણા (Rainfall update in Gujarat) નદીમાં જોવા મળ્યું છે. ગુરુકુળ સુપા ગામ પાસે પુણા નદીમાં પાણીની સપાટી વધતા એક મહાકાય બોટ પાણીના વહેણમાં તણાઈને ગુરુકુળ સુપા ગામ પાસે આવેલા લો લેવલ પુલ પાસે આવી હતી. મહાકાય બોટ પુલ સાથે અથડાઈ હતી અને આ દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા. આ મહાકાય બોટને જોવા માટે સ્થાનિકોના ટોળા પુલ ઉપર ઉમટી પડ્યા હતા. મહાકાય બોટ પાણીના (Boat Came a Halt in Pune River) વહેણમાં ક્યાંથી તણાઈને આવી એ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Last Updated :Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details