ગુજરાત

gujarat

મતદાન અટકાવવા માઓવાદીઓએ બિછાવેલ લેન્ડમાઈન્સને ભદ્રાદ્રી પોલીસે નિષ્ક્રિય કરી

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 3:41 PM IST

મતદાન અટકાવવા માઓવાદીઓએ બિછાવેલ લેન્ડમાઈન્સને ભદ્રાદ્રી પોલીસે નિષ્ક્રિય કરી

ભદ્રાદ્રી(તેલંગાણા):ભદ્રાદ્રી પોલીસે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના ચારલા મંડળની ચૂંટણીના મતદાનને રોકવાના માઓવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સીક્યુરિટી ફોર્સીસે માઓવાદી દ્વારા બિછાવેલ લેન્ડમાઈન્સને નિષ્ક્રિય કરી દીધી છે. આ લેન્ડમાઈન્સ બેસ્ટા કોથુર ચિન્ના મિડિસિલેરુ રોડ પર બિછાવવામાં આવી હતી. માઓવાદીઓને ચારલા મંડળની ચૂંટણી મંજૂર નથી તેમણે આ ચૂંટણીનો અગાઉથી જ બહિષ્કાર કરી દીધો હતો. જો કે સ્થાનિક આદિવાસીઓ અને વન વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ પોતાના ગામની બહાર દૂર સુધી જઈને પણ આ ચૂંટણી માટે મતદાન કર્યુ છે. ભદ્રાદ્રી પોલીસે આ સરાહનીય કામગીરી કરીને મતદાતાઓને મતદાન માટે ઉત્સાહ પૂરો પાડ્યો હતો. માઓવાદીઓએ સમગ્ર રોડની વચ્ચે લેન્ડમાઈન્સની જાળ પાથરી હતી. જેણે પોલીસ અને સીક્યુરિટી ફોર્સે સાથે મળીને નાકામ કરી છે.   

ABOUT THE AUTHOR

...view details